Inside Story: તો આ કારણે ભારતમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરાયું

News18 Gujarati
Updated: March 25, 2020, 2:47 PM IST
Inside Story: તો આ કારણે ભારતમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરાયું
લૉકડાઉનથી લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તેનું એક મોટું કારણ પણ છે

લૉકડાઉનથી લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તેનું એક મોટું કારણ પણ છે

  • Share this:
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધી કોવિડ-19 (COVID 19) સંક્રમણના 580 કન્ફર્મ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના વધતા સંક્રમણને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દેશમાં મંગળવાર અડધી રાતથી 21 દિવસો સુધી લૉકડાઉન (Lockdown) કરવાની જાહેરાત કરી દીધી છે. દેશમાં 15 એપ્રિલ સુધી લૉકડાઉન રહેશે. ચોક્કસપણે લૉકડાઉનથી લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે, પરંતુ તેનું એક મોટું કારણ પણ છે.

મૂળે કોરોનાના વધતા પ્રકોપની વચ્ચે થોડા દિવસો પહેલા 64 હજારથી વધુ ભારતીય અને વિદેશી અહીં આવ્યા છે. એવામાં સંક્રમણ ફેલાવવાનો ખતરો અનેકગણો વધી ગયો છે. આમ પણ આ બીમારી ભારતમાં બહારથી જ આવી છે. એવામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન કરવું ખૂબ જરૂરી છે. આજ કારણ છે કે સરકારે સમગ્ર ભારતમાં લૉકડાઉન અને કેટલાક સ્થળે કર્ફ્યૂ લગાવી દીધો છે.

21 દિવસો માટે જ લૉકડાઉન કેમ?

અધિકારીઓએ જણાવ્યું કે, 21 દિવસનું લૉકડાઉન લાગુ કરવા પછળ મોટું કારણ લોકોની બેદરકારી છે. મૂળે વિદેશથી પરત ફરેલા અનેક લોકોને હોમ કોરન્ટાઇન રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમ છતાંય એનક એવા લોકો ટ્રેન કે રોડ પર ફરતા પકડાઈ ગયા. એવામાં તેઓ પોતે કે જેમના સંપર્કમાં તેઓ આવ્યા કોરોનાના મુખ્ય વાહક હોઈ શકે છે.

વિદેશથી આવેલા લોકોમાં જો કોરોના વાયરસ છે તો સોશિયલ ડિસ્ટન્સિંગ થાતાં વાયરસ બાકી લોકોમાં નહીં ફેલાઈ શકે. એવામાં જે વ્યક્તિમાં કોરોના સંક્રમણના લક્ષણો હશે, તે 14 દિવસની અંદર દેખાવા લાગશે, ત્યારબાદ તરત સારવાર પણ શરૂ થઈ જશે. આ દરિમયાન જે પહેલાથી કોરોના પોઝિટીવ છે, તેમની સારવાર પણ પૂરી થવાની આશા છે. હાલ દેશમાં 1,87,904 લોકોને આઇસોલેશનમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો, લૉકડાઉનમાં ભારતને થઈ શકે છે 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, અર્થવ્યવસ્થાને જોઈએ રાહત પેકેજલૉકડાઉનમાં પણ આપને મળતી રહેશે આ સુવિધાઓ

લૉકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓને મુક્ત રાખવામાં આવી છે એટલે કે શાકભાજી, કરિયાણું, દવા, ફળની દુકાનો ખુલી રહેશે. બેંક, ઇન્સ્યોરન્સ ઓફિસ અને એટીએમ ખુલ્લા રહેશે. પેટ્રોલ પંપ, સીએનજી પંપ, ગેસ રિટેલ ખુલ્લા રહેશે. હોસ્પિટલ, ડિસ્પેન્સરી, ક્લીનિક, નર્સિંગ હોમ ખુલ્લા રહેશે. પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાની ઓફિસ ખુલ્લી રહેશે. ઇન્ટરનેટ, બ્રોડકાસ્ટ અને કેબલ સર્વિસ ચાલુ રહેશે.

આ પણ વાંચો, લૉકડાઉનના કારણે ATM સુધી નથી જઈ શકતા તો ઘરે બેઠા આવી રીતે મંગાવી શકો છો રૂપિયા!

આ પણ વાંચો, લૉકડાઉનમાં ડ્યૂટી કરવા જતી મહિલા ડૉક્ટરને પોલીસ અધિકારીએ લાફો મારી દીધો, જાણો આપવીતી

 
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर