કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું છે કે દેશમાં કોરોના વાયરસના લભગભ 400 એવા કેસ સામે આવી ચૂક્યા છે જેનો સંબંધ તબલીગી જમાતના ઇજ્તિમે (ધાર્મિક કાર્યક્રમ) સાથે હોઈ શકે છે. મંત્રાલયે સંકેત આપ્યા છે કે વાયરસની તપાસ અને તેનાથી સંક્રમિત લોકોને શોધવાનું કામ ઝડપી થઈ રહ્યું છે. જેથી સંક્રમણના કેસ વધી શકે છે.