Covid-19 Updates: 24 કલાકમાં કોરોનાનાં 24337 નવાં દર્દીઓ, ટેસ્ટિંગ મામલે ભારત બીજા નંબર પર

Covid-19 Updates: 24 કલાકમાં કોરોનાનાં 24337 નવાં દર્દીઓ, ટેસ્ટિંગ મામલે ભારત બીજા નંબર પર
ટેસ્ટિંગ મામલે ભારત બીજા નંબર પર

Coronavirus cases in India Latest News Updates: એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારત દેશ નવમાં સ્થાન પર છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. કોરોના સંક્રમિતોની સંખ્યા મુજબથી ભારત દુનિયાનાં બીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી દુનિયામાં અમેરિકા બાદ સૌથી વધુ ભારતમાં થઇ છે. મોત મામલે અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતનો નંબર આવે છે.

  • Share this:
    નવી દિલ્હી: Coronavirus cases in India Latest News Updates: ભારતમાં કોરોના સંક્રમણનાં કેસ પહેલા કરતાં ઘટ્યા છે. હવે બ્રાઝીલ, રશિયા, બ્રિટન જેવા દેશોમાં ભારત કરતાં વધુ કેસીસ જોવા મળી રહ્યાં છે. દેશમાં સતત 8માં દિવસે 30 હજારથી ઓછા કોરોનાનાં કેસ દાખલ થયા છે. ગત 24 કલાકમાં 24,337 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રવિવારે 333 લોકોનું કોરોનાને કારણે મોત થયુ છે. તો 25,709 લોકો કોરોનાથી રિકવર થયા છે. ભારતમાં કોરોનાનાં કૂલ કેસ વધીને 1 કરોડ 55 હજાર થઇ ગયા છે. જેમાં અત્યાર સુધીમાં 1,45,810 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. કૂલ એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખ ત્રણ હજાર તઇ ગયા છે. અત્યાર સુધીમાં કૂલ 96 લાખ છ હજાર લોકોએ કોરોને માત આપી છે.

    એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારત નવમાં સ્થાન પર છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. કોરોના સંક્રમિતોની સંખ્યા મુજબ ભારત દુનિયાનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી દુનિયામાં અમેરિકા બાદ સૌથી વધુ ભારતમાં થઇ છે. મોત મામલે અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારત ત્રીજા ક્રમે છે.





    કોરોનાથી પ્રભાવિત રાજ્યોનાં હાલ- રાજધાની દિલ્હીમાં રવિવારે 1091 લોકો કોરોનાથી સંક્રમતિ થયા છે. 1275 લોકો રિકવર થયા છે. જ્યારે 26 લોકોનું મોત થયુ છે. અત્યાર સુધીમાં 6,17,005 લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જેમાંથી 5,96,580 લોકો સ્વસ્થ થઇ ગયા છે. જ્યારે 10,277 લોકોનાં મોત થયા છે. હાલમાં 10,148 લોકોનું ઇલાજ ચાલુ છે.

    ગુજરાતમાં રવિવારે 1010 લોકો કોરોના સંક્રમિત થયા છે. 1190 લોકો રિકવર થયા છે અને 7 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધીમાં 2,35,299 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી 11,840 દર્દીઓનું ઇલાજ ચાલુ છે. જ્યારે 2,19,225 દર્દીઓ સાજા થઇ ગયા છે. કોરોના સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા 4234 થઇ ગઇ છે.

    Covid-19 Updates


    મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 3811 નવાં કોરોનાનાં દર્દીઓ જોવા મળ્યા છે. અને છેલ્લા 24 કલાકમાં 2064 લોકો રિકવર થયા છે. જ્યારે 98 લોકોનાં નિધન થયા છે. અત્યાર સુધીમાં 18,96,518 લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જેમાં 62, 743 દર્દીઓનું ઇલાજ ચાલુ છે જ્યારે 17,83905 લોકો રિકવર થઇ ગયા છે. સંક્રમણમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 48,746 થઇ ગઇ છે.

    Covid-19 Updates


    કેરળમાં કોરોના પર કાબૂ મેળવવો મુશ્કેલ થઇ રહ્યો છે. અહીં દરરોજનાં 5થી 6 હજાર કેસીસ આવી રહ્યાં છે. રવિવારે 5711 નવાં કેસ સામે આવ્યા છે. 4471 લોકો રિકવર થયા છે અને 30 લોકોનાં મોત થયા છે. કૂલ સંક્રમિતોનો આંકડો હવે 5,05,870 થઇ ગયો છે. જેમાં 61,620 દર્દીઓનું ઇલાજ ચાલુ છે. જ્યારે 6, 41,285 લોકો સ્વસ્થ થઇ ગયા છે. અત્યાર સુધીમાં 2817 લોકોનાં મોત થઇ ગયા છે.

    ટેસ્ટિંગ મામલે ભારત બીજા નંબરે - કોરોના ટેસ્ટિંગ મામલે ભારત હવે દુનિયાનો બીજો સૌથી મોટો દેશ થઇ ગયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) મુજબ દેશમાં અત્યાર સુધીમાં 16,20,98,329 લોકોનો કોરોના ટેસ્ટ થઇ ગયો છે. જેમાંથી 9,00,134 લોકોનો ટેસ્ટિંગ રવિવારે થયો હતો. આ મામલે અત્યાર સુધી ચીન બીજા નંબર પર હતું. અહીં 16 કરોડ લોકોની તપાસ થઇ છે જ્યારે અમેરિકામાં સૌથી વધુ 23 કરોડ લોકોની તપાસ થઇ ગઇ છે.
    Published by:Margi Pandya
    First published:December 21, 2020, 10:44 am

    ટૉપ ન્યૂઝ