Home /News /national-international /

Covid in India: મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 9 હજાર દર્દી, દરરોજ નોંધાતા કેસમાં ભારત ચોથા નંબર પર

Covid in India: મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 9 હજાર દર્દી, દરરોજ નોંધાતા કેસમાં ભારત ચોથા નંબર પર

પ્રતિકાત્મક તસવીર

ભારતમાં કોરોનાનો કહેરઃ 24 કલાકમાં 16,738 લોકો થયા સંક્રમિત, 138 દર્દીઓેએ જીવ ગુમાવ્યો

    India Corona Updates: દેશમાં કોરોના વાયરસનું સંકટ ફરી વધતું જઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા 9 હજારને પાર થઈ ગઈ છે. તેના કારણે પડોશી રાજ્યો સહિત દિલ્હીમાં ચિંતા વધી ગઈ છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,738 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 138 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,10,46,914 થઈ ગઈ છે.

    કોરોનાના રોજેરોજ નોંધાતા કેસોમાં ભારત ચોથા નંબર પર પહોંચી ગયું છે. એક્ટિવ કેસ મામલામાં દુનિયામાં ભારત હવે 15મા સ્થાન પર આવી ગયું છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત દુનિયાનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી દુનિયામાં અમેરિકા બાદ સૌથી વધુ ભારતમાં નોંધાઈ છે. મોતના મામલામાં અમેરિકા, બ્રાઝીલ અને મેક્સીકો બાદ ભારતનો નંબર આવે છે.

    આ પણ વાંચો, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 માર્ચથી વેક્સીન લેવા માટે કરવું પડશે આ કામ

    દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,26,71,163 લોકોને કોવિડ વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 7 લાખ 38 હજાર 501 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 11,799 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,51,708 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,56,705 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

    વિશેષમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 24 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 21,38,29,658 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 7,93,383 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, સામાન્ય જનતાને મોટો આંચકો! આજે ફરી વધ્યા ગેસ સિલિન્ડરના ભાવ, 3 મહિનામાં 200 રૂપિયા સુધી થયો મોંઘો, જાણો નવા ભાવ




    ગુજરાત (Gujarat Corona Cases)ની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 380 નવા કેસ નોંધાયા હતા જ્યારે 296 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. અત્યાર સુધી કુલ 2,68,380 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં એકના મોત સાથે કુલ મૃત્યુઆંક 4407 પર પહોંચ્યો. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.66 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 261871 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં હાલ 1869 એક્ટિવ કેસ છે, જેમાંથી 33 લોકો વેન્ટિલેટર પર અને 1836 લોકો સ્ટેબલ છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Corona vaccine, Coronavirus, Covid vaccine, ICMR, Maharashtra, Pandemic, અમદાવાદ, ગુજરાત, દિલ્હી, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन