India Covid Updates: દેશના 34 જિલ્લામાં 10 દિવસની અંદર બમણી સ્પીડથી ફેલાયું કોરોનાનું સંક્રમણ

India Covid Updates: દેશના 34 જિલ્લામાં 10 દિવસની અંદર બમણી સ્પીડથી ફેલાયું કોરોનાનું સંક્રમણ
ભારતમાં 24 કલાકમાં 16,838 નવા કેસ નોંધાયા તો બીજી તરફ 113 દર્દીઓએ ગુમાવ્યો જીવ

ભારતમાં 24 કલાકમાં 16,838 નવા કેસ નોંધાયા તો બીજી તરફ 113 દર્દીઓએ ગુમાવ્યો જીવ

  • Share this:
    India Fights Corona: ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ જાણે ફરીથી માથું ઊચકી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં લગભગ 180થી વધુ જિલ્લાઓમાં કોરોના દર્દીઓની સંખ્યા મળવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જોકે તેમાં 34 જિલ્લા એવા છે જેમાં સંક્રમણ ફેલાવાની 10 દિવસમાં ઝડપ ડબલ થઈ ગઈ છે. તેમાં સૌથી વધુ મહારાષ્ટ્રના 6 જિલ્લા, પંજાબના 5 જિલ્લા, કેરળ અને ગુજરાતના 4-4 જિલ્લા તથા મધ્ય પ્રદેશના 3 જિલ્લા સામેલ છે.

    દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,80,05,503 લોકોને કોવિડ વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,838 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 113 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,11,73,761થઈ ગઈ છે.



    કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 8 લાખ 39 હજાર 894 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 13,819 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,76,319 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,57,548 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

    આ પણ વાંચો, Covid Vaccination: કોરોના સામે Covaxin 81% કારગર, જાણો તે Covishieldથી કેવી રીતે સારી

    ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 4 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 21,99,40,742 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરુવારના 24 કલાકમાં 7,61,834 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 480 કેસ નોંધાયા છે. જેની સામે 369 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4412 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.36 ટકા છે. અત્યાર સુધીમાં 11,09,515 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 2,45,010 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે 60 વર્ષથી વધારે વય ધરાવતા તેમજ 45થી 60 વર્ષ વયના ગંભીર બીમારી ધરાવતા 1,01,991 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આ રસીના કારણે એકપણ ગંભીર આડઅસર જોવા મળી નથી.

    આ પણ વાંચો, COVID-19 Vaccination: કોરોનાની રસી લીધા પહેલા અને બાદમાં આ બાબતોનું રાખો ધ્યાન

    ગુજરાતમાં અત્યારે કુલ 2749 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 40 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 2709 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 264564 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:March 05, 2021, 10:26 am