દેશમાં 24 કલાકમાં 14989 લોકો સંક્રમિત, મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં કોરોનાના નવા કેસ

દેશમાં 24 કલાકમાં 14989 લોકો સંક્રમિત, મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં કોરોનાના નવા કેસ
પ્રતિકાત્મક તસવીર

22 રાજ્યોના 140 જિલ્લામાં કોરોનાનો વધી રહ્યો છે હાહાકાર, એક દિવસમાં 98 દર્દીઓએ જીવ ગુમાવ્યો

 • Share this:
  નવી દિલ્હી. ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો (Coronavirus outbreak in India) જોવા મળી રહ્યો છે. 22 રાજ્યોના 140 જિલ્લામાં કોરોનાનો ગ્રાફ ઉપર ચડી રહ્યો છે. સૌથી વધુ મહારાષ્ટ્ર (Maharashtra Corona Cases)ના તમામ 36 જિલ્લા પ્રભાવિત છે. આ ઉપરાંત કેરળ (Kerala)ના 9, તમિલનાડુ (Tamil Nadu)ના 7, પંજાબ (Punjab) અને ગુજરાત (Gujarat)ના 6-6 જિલ્લા તેમાં સામેલ છે.

  દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,56,20,749 લોકોને કોવિડ વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,989 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 98 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,11,39,516 થઈ ગઈ છે.
  આ પણ વાંચો, હવે મદરેસામાં પણ ભણાવાશે ગીતા, રામાયણ અને યોગ, NIOSએ પાઠ્યક્રમમાં કર્યા સામેલ- રિપોર્ટ

  નોંધનીય છે કે, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 8 લાખ 12 હજાર 44 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 13,123 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,70,126 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,57,346 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
  વિશેષમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 1 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 21,76,18,057 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 7,59,283 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

  ગુજરાતની વાત કરીએ તો, અમદાવાદ (Ahmedabad) અને સુરત (Surat) સહિતના મહાનગરોમાં કોરોના કેસ વધ્યા છે તો સાથે સાથે રાજ્યમાં વેક્સિનેશનનો કાર્યક્રમ પણ પુરજોશમાં શરૂ છે. રાજ્યમાં કોરોના વાયરસના 454 નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 56,489 વ્યક્તિઓ જે કો-મોર્બીડ છે અથવા તો 45-60 વર્ષના છે તેમને કોરોનાની રસી આપવામાં આવી છે.

  આ પણ વાંચો, સેક્સ સ્કેન્ડલમાં ફસાયા યેદિયુરપ્પા સરકારના જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલી, ન્યૂઝ ચેનલો પર વીડિયો થયો ટેલિકાસ્ટ

  અમદાવાદમાં 114, સુરતમાં 87, વડોદરામાં 86, રાજકોટમાં 52, આણંદમાં 11, સાબરકાંઠામાં 10, ભાવનગરમાં 9, ખેડા, કચ્છમાં 9-9, ભરૂચમાં 8, રાજકોટમાં 7, જૂનાગઢમાં 10, મહેસાણામાં 6, અમરેલીમાં 5, ગાંધીનગરમાં 9, દાહોદમાં 4, મહીસાગર, પંચમહાલમાં 4-4, ગીરસોમનાથમાં 3, બનાસકાંઠા, જામનગર, વલસાડમાં 2-2, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, મોરબી અને પાટણમાં 1-1 કેસ મળીને કુલ 454 કેસ નોંધાયા છે.
  Published by:Mrunal Bhojak
  First published:March 03, 2021, 10:26 am

  ટૉપ ન્યૂઝ