COVID-19 in India: કોરોનાની બીજી લહેર શાંત થવા લાગી, મે મહિનામાં પ્રથમ વખત સૌથી ઓછા દૈનિક કેસ નોંધાયા

COVID-19 in India: કોરોનાની બીજી લહેર શાંત થવા લાગી, મે મહિનામાં પ્રથમ વખત સૌથી ઓછા દૈનિક કેસ નોંધાયા
ફાઇલ તસવીર.

દેશમાં કોરોનાથી અત્યારસુધી કુલ 2 લાખ 66 હજાર 207 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં અત્યારસુધી 35 લાખ 32 હજાર 999 લોકો કોરોનાથી સાજા થયા છે.

  • Share this:
    Coronavirus outbreak in India Latest Update: કોરોના વાયરસને પગલે રાજ્યો તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધોની અસર જોવા મળી રહી છે. દેશમાં કોરોનાની વાયરસની બીજી લહેર (Coronavirus second wave) થોડી હળવી થતી જોવા મળી રહી છે. દેશમાં શુક્રવારે કોરોના વાયરસના નવા 3,26,098 કેસ નોંધાયા છે. આ આંકડો મે મહિનામાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોનાથી 3890 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 10મી મેના રોજ કોરોનાના 3 લાખ 29 હજાર કેસ નોંધાયા હતા.

    સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા એક દિવસમાં કોરોનાના નોંધાયેલા આંકડાને ઉમેરતા દેશમાં અત્યારસુધી કોરોના દર્દીઓની કુલ સંખ્યા 2 કરોડ 43 લાખ 72 હજાર 907 થઈ છે. જ્યારે 24 કલાકમાં 3890 દર્દીનાં કોરોનાથી મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી અત્યારસુધી કુલ 2 લાખ 66 હજાર 207 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં અત્યારસુધી 35 લાખ 32 હજાર 999 લોકો કોરોનાથી સાજા થયા છે.



    આ પણ વાંચો:  ભારતમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક, અનેક દેશોમાં ચિંતા વધી: WHO

    કોરોનાથી સૌથી પ્રભાવિત મહારાષ્ટ્રમાં હવે હાલત સુધરતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના 39,923 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન 695 લોકોનાં મોત થયા છે. કોરોનાથી મહારાષ્ટ્રમાં 53,249 લોકો સાજા થયા છે. જ્યારે રાજ્યમાં અત્યારસુધી કુલ 53.09 લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. આ સાથે જ અહીં 47.07 લાખ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધી કોરોનાથી 79,552 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં હાલ 5.19 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

    આ પણ વાંચો: આગામી અઠવાડિયે લૉંચ થશે DRDOની કોરોના દવા 2-ડીજી, દર્દીઓ માટે સાબિત થશે 'રામબાણ'

    ગુજરાતમાં રેકોર્ડબ્રેક 15,365 લોકો સાજા થયા

    રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 9,995 કેસ નોંધાયા છે. જેની સામે 15,365 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 104 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 8,944 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 82.82 ટકા છે. અત્યારસુધીમાં 1,47,51,911 વ્યક્તિઓને કોરોના વેક્સીન (CoronaVaccine)આપવામાં આવી છે.

    આ પણ વાંચો: 'લવ યૂ જિંદગી' ગીત પર હૉસ્પિટલના બેડ પર ઝૂમતી નજરે પડેલી યુવતી કોરોના સામે જંગ હારી!

    રાજ્યમાં અત્યારે કુલ 1,17,373 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાંથી 786 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 1,16,587 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 6,09,031 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

    ભારતમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક: WHO

    વિશ્વ આરોગ્ય સંગઠન (World health organization)ના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે (Tedros Adhanom Ghebreyesus) ભારતની કોવિડ-19 સ્થિતિ પર ચિંતા વ્યક્તિ કરી છે. આ દરમિયાન તેમણે અનેક અન્ય દેશોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં હાલત ખરાબ થઈ રહી છે. સંગઠન પ્રમુખે ચેતવણી આપી છે કે દુનિયા માટે કોરોના મહામારી (Corona pandemic)ની બીજું વર્ષ પહેલા વર્ષની સરખામણીમાં અનેકગણું વધારે ઘાતક રહેશે. ખાસ વાત એ છે કે ભારતમાં છેલ્લા થોડા દિવસોથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:May 15, 2021, 10:42 am

    ટૉપ ન્યૂઝ