દેશમાં કોરોનાથી પ્રથમ વખત એક જ દિવસમાં 4,000થી વધુ લોકોનાં મોત, 4.1 લાખ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાથી પ્રથમ વખત એક જ દિવસમાં 4,000થી વધુ લોકોનાં મોત, 4.1 લાખ નવા કેસ નોંધાયા
ફાઇલ તસવીર.

Coronavirus outbreak in India Latest Update:દેશમાં કોરોનાની બીજી લહેરનું તાંડવ ચાલી રહ્યું છે. દેશમાં દરરોજ નવા કેસ અને મોતનો આંકડો વધી રહ્યો છે. 25 દિવસ પહેલા જ્યારે કોરોનાથી દેશમાં એક હજાર મોત થઈ રહ્યા હતા ત્યારે હવે એક જ દિવસમાં ચાર હજારથી વધારે મોત નોંધાઈ રહ્યા છે.

  • Share this:
    Coronavirus outbreak in India Latest Update: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ ઓછો જ નથી થઈ રહ્યો. દરરોજ કોરોના વાયરસના નવા દર્દીઓની સંખ્યા ચાર લાખને પાર થઈ રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં કોરોના વાયરસના નવા 4 લાખ 1 હજાર 228 નવા દર્દી નોંધાયા છે. જ્યારે પ્રથમ વખત દેશમાં મોતનો આંકડો (Death) ચાર હજારને પાર થઈ ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4,191લોકોનાં મોત થયા છે. આ એક રેકોર્ડ છે.

    દેશમાં કોરોનાની બીજી લહેરનું તાંડવ ચાલી રહ્યું છે. દેશમાં દરરોજ નવા કેસ અને મોતનો આંકડો વધી રહ્યો છે. 25 દિવસ પહેલા જ્યારે કોરોનાથી દેશમાં એક હજાર મોત થઈ રહ્યા હતા ત્યારે હવે એક જ દિવસમાં ચાર હજારથી વધારે મોત નોંધાઈ રહ્યા છે. આ પહેલા 13 એપ્રિલના રોજ મોતનો આંકડો એક હજારને પાર થયો હતો. જે બાદમાં 20 એપ્રિલના રોજ બે હજારથી વધારે મોત નોંધાયા હતા. 27 એપ્રિલના રોજ આ આંકડો ત્રણ હજારને પાર થયો હતો. જેના 10 જ દિવસની અંદર મોતનો આંકડો ચાર હજારને પાર થઈ ગયો છે.



    આ પણ વાંચો: PHOTOS: લગ્ન કરવા જઈ રહેલો દુલ્હો પહોંચી ગયો હૉસ્પિટલ, જાનૈયા હોમ ક્વૉરન્ટીન

    દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્ય છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોવિડ-19ના 54,022 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે એકલા મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 898 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યારસુધી 74,413 લોકોનાં મોત થયા છે.



    છત્તીસગઢમાં નવા 13,628 કેસ

    છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 13,628 કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 8,30,117 થઈ છે.

    મધ્ય પ્રદેશમાં કોરોનાથી 84નાં મોત

    મધ્ય પ્રદેશમાં શુક્રવારે કોરોના વાયરસના નવા 11,708 કેસ નોંધાયા છે. આ સાથે જ પ્રદેશમાં અત્યારસુધી કોરોના સંક્રમણના કુલ 6,49,114 કેસ નોંધાઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 84 લોકોનાં મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃતકોની સંખ્યા 6,244 પર પહોંચી છે.



    આ પણ વાંચો: ભારતમાં મળેલો કોરોના વાયરસનો સ્ટ્રેન કેટલો ખતરનાક? જાણો નિષ્ણાતો મત

    ઉત્તર પ્રદેશમાં કોરોનાથી 372 દર્દીનાં મોત

    ઉત્તર પ્રદેશમાં શુક્રવારે કોરોના સંક્રમણથી 372 લોકોનાં મોત થયા છે. આ દરમિયાન રાજ્યમાં કોરના સંક્રમણના 28,076 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધી કોરોનાથી 14,873 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 28,076 નવા કેસ સામે કુલ પોઝિટિવ કેસનો આંકડો 14,53,679 થયો છે.

    આ પણ વાંચો:  કોરોનાથી મોભીનું મોત થતાં જૈન પરિવારના ત્રણ સભ્યએ કરી લીધો આપઘાત, સમગ્ર પંથકમાં અરેરાટી

    ગુજરાતમાં રેકોર્ડબ્રેક 13,085 લોકોએ કોરોનાને હરાવ્યો

    રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 12,064 કેસ નોંધાયા છે. જેની સામે 13,085 દર્દીઓ સાજા થયા છે. આમ સતત ત્રીજા દિવસે કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 119 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 8,154 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 76.52 ટકા છે.

    આ પણ વાંચો: મહારાષ્ટ્રના લગ્નનની તસવીર વાયરલ, દુલ્હાએ પણ પહેર્યું મંગળસૂત્ર, ટ્રોલર્સ બોલ્યાં- શું હવે સાડી પણ પહેરીશ?

    અત્યાર સુધીમાં 1,02,24,841 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 29,89,975 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. શુક્રવારે કુલ 1,84,659 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં હાલ કુલ 1,46,385 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 775 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 1,45,610 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5,03,497 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:May 08, 2021, 08:40 am

    ટૉપ ન્યૂઝ