નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus)ના સંકટ વચ્ચે CBSEની પરીક્ષાઓને (CBSE Board Examinations) લઈને ભારત સરકારે (Modi Government) મોટો નિર્ણય લીધો છે. CBSE ધોરણ-12 (CBSE Class-12)ની પરીક્ષાઓ ટાળવામાં આવી છે, જ્યારે CBSE ધોરણ 10 (CBSE Class-10)ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક (Ramesh Pokhriyal Nishank)ની બેઠક બાદ લેવામાં આવ્યો છે.
ધોરણ-10ના સ્ટુડન્ટસને પ્રમોટ કરવામાં આવશે. ધોરણ-12ની પરીક્ષાઓ આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી છે. 1 જૂને રિવ્યૂ બાદ તેની પર નિર્ણય લેવામાં આવશે. પરીક્ષા યોજાઈ શકવાની સ્થિતિમાં સ્ટુડન્ટ્સને 15 દિવસ પહેલા નોટિસ આપવામાં આવશે.
Board Exams for Class 10th cancelled & 12th postponed. Results of Class 10th will be prepared on the basis of an objective criterion to be developed by the Board. Class 12th exams will be held later, the situation will be reviewed on 1st June by the Board: Ministry of Education pic.twitter.com/ljVuUkEChB
શિક્ષણ મંત્રી રમેશ પોરખિયાલ નિશંકે જણાવ્યું કે, CBSE ધોરણ-10ના સ્ટુડન્ટ્સને ઇન્ટરનલ અસેસમેન્ટના આધારે પ્રમોટ કરવામાં આવશે. જો સ્ટુડન્ટ્સ તેમના અસેસમેન્ટ સાથે સહમત ન હોય તો તેઓ જ્યારે કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થાય ત્યારે પરીક્ષા આપી શકે છે.
CBSE પરીક્ષાઓને લઈ લેવાયેલા નિર્ણયને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપતાં ટ્વીટ કર્યું છે કે, મને ખુશી છે કે પરીક્ષાઓ રદ/ટાળવામાં આવી છે. લાખો સ્ટુડન્ટ્સ અને તેમના માતા-પિતા માટે આ રાહત આપનારા સમાચાર છે.
I am glad that the exams have been cancelled/postponed. This is a great relief for lakhs of students and their parents. https://t.co/kYq2UtSPdN
CBSE ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ 4 મેથી યોજાવાની હતી. ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશને પણ ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓને ટાળવાની માંગ કરી હતી. એસોસિએશન તરફથી શિક્ષણ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો. CBSE બોર્ડની પરીક્ષાઓમાં આ વખતે 30 લાખથી વધુ સ્ટુડન્ટ્સ સામેલ થવાના હતા. કોરોના મહામારીની વચ્ચે પરીક્ષાઓ કેન્સલ કરવાને લઈ સોશિયલ મીડિયા પર #CancelBoardExam2021 કેમ્પેન પણ ચાલી રહ્યું હતું.
ગુજરાત બોર્ડની 15 એપ્રિલથી શરૂ થનારી ધો.10ની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ
ગુજરાતનાં શિક્ષણ વિભાગે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ધો. 10 બોર્ડના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા પાછળ ખસેડવામાં આવી છે. મુખ્ય પરીક્ષા પૂરી થયાના 3 દિવસમાં સ્કૂલોએ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની રહેશે. પહેલા 15 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાવવાની હતી. શિક્ષણ વિભાગના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શાળા કક્ષાના વિષયની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષાઓ તારીખ 15-04-21થી 30-04-21ના સમયગાળાને બદલે શાળાઓએ આ પરીક્ષા એસ.એસ.સી બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ ત્રણ દિવસમાં લેવાની રહેશે. આ બાબતની અન્ય સૂચનાઓ યથાવત રહેશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર