Home /News /national-international /

Covid-19 : દેશમાં કોરોનાની બિહામણી સ્પીડ, 3.47 લાખ નવા કેસ સાથે 24 કલાકમાં 730 લોકોનો લીધો જીવ

Covid-19 : દેશમાં કોરોનાની બિહામણી સ્પીડ, 3.47 લાખ નવા કેસ સાથે 24 કલાકમાં 730 લોકોનો લીધો જીવ

પ્રતીકાત્મક તસવીર

Today's corona and omicron new cases: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં પણ વધારો થયો છે. ઓમિક્રોનના કુલ કેસ 9,692 થયા છે.

    Coronavirus new case in India: દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર (Today corona cases in India) વચ્ચે કોવિડ-19ના (Covid 19) નવા કેસોમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના 3,47,254 નવા કેસ નોંધાયા છે. આ સાથે, એક દિવસમાં સંક્રમણને કારણે 703 દર્દીઓનાં મોત થયા છે. દેશમાં આ બીમારીને કારણે અત્યાર સુધીમાં કુલ 4,88,396 લોકોના મોત થયા છે. નવા કેસોમાં સક્રિય કેસોમાં પણ તેજી જોવા મળી રહી છે અને આ આંકડો 20 લાખને વટાવી ગયો છે. દરમિયાન, કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં પણ વધારો થયો છે. ઓમિક્રોનના કુલ કેસ 9,692 થયા છે.

    સક્રિય કેસની સંખ્યા 20 લાખને પાર

    ભારતમાં, કોરોનાના સક્રિય કેસ (એટલે ​​કે હાલમાં કોરોનાની સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા) વધીને 20,18,825 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ કેસના 5.23 ટકા સુધી પહોંચી ગયા છે. હાલમાં રિકવરી રેટ 93.50 ટકા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 2,51,777 દર્દીઓ સાજા થયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,60,58,806 લોકો ચેપને કારણે સાજા થયા છે.

    દેશમાં રસીના 160.43 કરોડ ડોઝ અપાયા

    રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં લોકોને રસીના 160.43 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તે જ સમયે, દેશમાં અત્યાર સુધીમાં 71.15 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 19,35,912 ટેસ્ટનો સમાવેશ થાય છે.

    પુણેમાં પણ કોરોના વિસ્ફોટ 

    મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ગુરુવારે કોરોના વાયરસના સંક્રમણના નવા 14,424 નવા કેસ નોંધાયા હતા. જે રોગચાળાની શરૂઆત પછી નોંધાયેલા દૈનિક કેસોની સૌથી વધુ સંખ્યા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, પુણેમાં કોવિડ-19થી નવ દર્દીઓના મોત થયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ચેપના 12,96,398 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 19,333 પર પહોંચી ગયો છે. પુણેમાં સંક્રમણનો દર 35 ટકાથી વધુ છે.

    આ પણ વાંચો - સાવધાન! કોરોના વિસ્ફોટ વચ્ચે જાહેરમાં માસ્ક પહેરવું કેમ છે જરૂરી? જાણો નિષ્ણાતોનો મત

    વિશ્વ આરોગ્ય સંગઠન (World Health Organisation -WHO)ના ઇમરજન્સી હેડ ડો. માઇકલ રેયાનનું કહેવું છે કે આ વર્ષે કોરોના પર જાહેર આરોગ્ય કટોકટી સમાપ્ત થઈ શકે છે. જેમણે 2020માં કોરોના પર વર્લ્ડ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી હતી. ડૉ. રાયને કહ્યું છે કે, જો આપણે ગરીબ અને સમૃદ્ધ દેશો વચ્ચે રસીઓ અને દવાઓના વિતરણમાં ભારે અસમાનતા દૂર કરીએ તો આ વર્ષે આપણે કોરોના વાયરસ, મૃત્યુ, હોસ્પિટલમાં દાખલ થવા અને લોકડાઉનની ખરાબ વર્તણૂકને અટકાવી શકીએ છીએ.

    આ પણ વાંચો - corona vaccine: 15 વર્ષથી નાના ઉંમરના બાળકોને આપવામાં આવશે કોવિડ વેક્સીન? કેન્દ્રએ આપ્યો જવાબ

    ડૉ. રાયને કહ્યું હતું કે, હવે આપણે આ વાયરસને ક્યારેય દૂર કરી શકીએ નહીં કારણ કે, આ વાયરસ હવે આપણી ઇકોસિસ્ટમનો ભાગ છે પરંતુ જો આપણે કેટલીક વસ્તુઓ કરી શકીએ તો આપણી પાસે જાહેર આરોગ્યની કટોકટીને દૂર કરવાની સારી તક હોઈ શકે છે. ડબ્લ્યુએચઓના ઈમરજન્સી પ્રમુખે ગરીબ અને સમૃદ્ધ દેશો વચ્ચેની રસી અસમાનતાને ભયંકર નૈતિક નિષ્ફળતા ગણાવી છે. તેમણે કહ્યું છે કે, આ એક વિડંબના છે કે, એક તરફ સમૃદ્ધ દેશોમાં 80 ટકા લોકોને રસીનો બંને ડોઝ મળ્યો છે, જ્યારે ગરીબ દેશોમાં અત્યાર સુધીમાં 10 ટકા લોકોને રસીનો એક પણ ડોઝ મળ્યો નથી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Coronavirus, ઓમિક્રોન, કોરોના વાયરસ, દેશવિદેશ, ભારત

    આગામી સમાચાર