Home /News /national-international /Coronavirus: વિશ્વમાં 24 કલાકમાં મળ્યા કોરોનાના 12 લાખ કેસ, USમાં 4.41 લાખ સંક્રમિત, જાણો મુખ્ય દેશોની સ્થિતિ

Coronavirus: વિશ્વમાં 24 કલાકમાં મળ્યા કોરોનાના 12 લાખ કેસ, USમાં 4.41 લાખ સંક્રમિત, જાણો મુખ્ય દેશોની સ્થિતિ

USમાં છેલ્લા એક સપ્તાહથી દરરોજ સરેરાશ 258,312 કેસ સામે આવી રહ્યા છે.

Coronavirus omicron outbreak in the world: WHOએ કહ્યું કે અમેરિકા મહાદ્વીપીય ક્ષેત્રમાં નવા કેસ 39 ટકા વધીને લગભગ 14.8 લાખ થઈ ગયા. એકલા અમેરિકામાં 34 ટકાના વધારા સાથે 11.8 લાખથી વધુ કેસ મળ્યા.

વોશિંગ્ટન. કોરોના વાયરસ (Coronavirus Pandemic)નો નવો ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) વિશ્વના 120 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. તેના વધતા કેસોને કારણે કોરોના કેસ સતત વધી રહ્યા છે. મંગળવારે વિશ્વમાં કોરોનાના રેકોર્ડ 12.22 લાખ કેસ નોંધાયા હતા. આ દરમિયાન 6,899 લોકોના મોત થયા છે. યુકેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા છે. મંગળવારે અહીં 129,471 નવા કોરોના કેસની પુષ્ટિ થઈ છે. તો મંગળવારે અમેરિકામાં 4,41,278 લાખ કોરોના કેસ મળ્યા છે. અહીં કોરોનાથી 1,811 લોકોનું મૃત્યુ થયું છે.

ચાલો જાણીએ મુખ્ય દેશોમાં કોરોનાની સ્થિતિ-

અમેરિકામાં 4,41,278 નવા કેસ

WHOએ કહ્યું કે અમેરિકા મહાદ્વીપીય ક્ષેત્રમાં નવા કેસ 39 ટકા વધીને લગભગ 14.8 લાખ થઈ ગયા. એકલા અમેરિકામાં 34 ટકાના વધારા સાથે 11.8 લાખથી વધુ કેસ મળ્યા. CDCના ડેટા અનુસાર મંગળવારે 4,41,278 નવા કેસ સામે આવ્યા. આ પહેલા 20 ડિસેમ્બરે સૌથી વધુ 2.90 લાખ કેસ નોંધાયા હતા. તો સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી યુએસમાં દરરોજ સરેરાશ 2,58,312 કેસ નોંધાઈ રહ્યા છે.

ફ્રાન્સમાં એક જ દિવસમાં 2 લાખ કોરોના સંક્રમિત

યુરોપમાં અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કેસ ફ્રાન્સમાં નોંધાયા છે. મંગળવારે અહીં લગભગ 2 લાખ કોરોના સંક્રમિત મળ્યા અને 290 લોકો મૃત્યુ પામ્યા. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરનના જણાવ્યા અનુસાર જાન્યુઆરીમાં દરરોજ નવા કેસની સંખ્યા 2.5 લાખ સુધી પહોંચી શકે છે. ફ્રાંસની સરકારે કડક વલણ અપનાવતા દેશના તમામ નાઈટક્લબ્સને ત્રણ સપ્તાહ સુધી બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.

આ પણ વાંચો: WHOની ચેતવણી- ગંભીર ખતરો બની શકે છે Omicron, ગયા અઠવાડિયે વિશ્વભરમાં વધ્યા 11% કેસ

લંડનની હોસ્પિટલોમાં 53% કોરોના દર્દીઓ વધ્યા

યુકેમાં મંગળવારે 129,471 નવા કોરોના કેસની પુષ્ટિ થઈ છે અને 143 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં ઓમિક્રોન સંક્રમણને કારણે દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાનો દર 53%થી પણ વધુ છે. ખાસ કરીને લંડન ઓમિક્રોનથી સૌથી વધુ પ્રભાવિત છે.

અમેરિકાએ 8 દેશો પરથી હટાવ્યો ટ્રાવેલ બેન

દક્ષિણ આફ્રિકામાં નવેમ્બરમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળ્યા બાદ અમેરિકા સહિત ઘણા દેશોએ આફ્રિકન દેશો પર ટ્રાવેલ બેન લગાવી દીધો હતો. અમેરિકાના પ્રેસીડન્ટ જો બાઈડને મંગળવારે દક્ષિણ આફ્રિકાના આઠ દેશો પરથી ટ્રાવેલ બેન હટાવવાની જાહેરાત કરી છે. અમેરિકાથી આ દેશોની યાત્રા 31 ડિસેમ્બરથી શરૂ થશે. તેમાં દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના, ઝિમ્બાબ્વે, નામિબિયા, લેસોથો, ઇસ્વાતિની, મોઝામ્બિક અને મલાવીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: કેટલી અસરકારક છે કોરોનાની નવી રસીઓ- કોવોવેક્સ, કોર્બેવેક્સ અને દવા મોલનુપિરાવિર? જાણો વિગતે

દક્ષિણ આફ્રિકામાં કેસ ઘટી રહ્યા છે

આ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સોમવાર સુધીમાં આ સંખ્યા 38 ટકા ઘટીને 14,390 થઈ ગઈ હતી. જો કે, ક્રિસમસ પર ઓછી સંખ્યામાં લોકોનો ટેસ્ટ કરવામાં આવે છે. વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકામાં દૈનિક મૃત્યુઆંક ટોચ પર પહોંચ્યો હતો જ્યારે સરેરાશ 578 મૃત્યુ નોંધાયા હતા.

વેક્સિન લગાવનારા માત્ર 40 લોકોનું મૃત્યુ

દક્ષિણ આફ્રિકામાં હવે દૈનિક મૃત્યુઆંક આશરે 60 છે. આ સૂચવે છે કે દર્દીઓમાં હવે કોરોનાના હળવા લક્ષણો દેખાઈ રહ્યા છે, જેના કારણે હોસ્પિટલમાં તેમના મૃત્યુની શક્યતા ઘણી ઓછી રહે છે. ગયા અઠવાડિયે દક્ષિણ આફ્રિકાના નવા ડેટા પરથી જાણકારી મળે છે કે ઓમિક્રોનથી થનારા 10માંથી 9 મૃત્યુ વેક્સિન ન લીધેલા દર્દીઓમાં હતા. કુલ આંકડાઓ પર નજર કરીએ તો ઓમિક્રોનથી થયેલા 309 મૃત્યુમાંથી માત્ર 40 લોકોને જ રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હતા.
First published:

Tags: Coronavirus, Covid-19 news, France, South africa, US, WHO ડબ્લ્યુએચઓ, World News in gujarati

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો