COVID-19 Vaccine: ICMR ડાયરેક્ટરના નિવેદને ચિંતા વધારી, કહ્યુ, શ્વાસના રોગીઓ પર કોઈ વેક્સીન 100% કારગર નથી

News18 Gujarati
Updated: September 23, 2020, 8:06 AM IST
COVID-19 Vaccine: ICMR ડાયરેક્ટરના નિવેદને ચિંતા વધારી, કહ્યુ, શ્વાસના રોગીઓ પર કોઈ વેક્સીન 100% કારગર નથી
હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે કોરોનાની વેક્સીન લોકોને ક્યાં સુધીમાં મળશે- ICMRના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવ

હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે કોરોનાની વેક્સીન લોકોને ક્યાં સુધીમાં મળશે- ICMRના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવ

  • Share this:
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના મામલાની સંખ્યા 55 લાખને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 88 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ તો દેશમાં 3 કંપનીઓ વેક્સીન વિકસિત કીર રહી છે. 3 વેક્સીન ક્લિનિકલ ટ્રાયલના અલગ-અલગ સ્ટેજ પર છે, પરંતુ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે કોરોનાની વેક્સીન લોકોને ક્યાં સુધીમાં મળશે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવ (Balram Bhargava)નું કહેવું છે કે કોરોનાથી સંક્રમિત શ્વાસના રોગીઓ પર કોઈ પણ વેક્સીન (Covid-19 Vaccine) 100 ટકા કારગર ન થઈ શકે. જોકે ભાર્ગવે એવું પણ કહ્યું કે આવા દર્દીઓ માટે વેક્સીનને મહત્તમ કારગર બનાવવાના તમામ પ્રયાસ કરવામાં આવશે.

ICMRના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવ મુજબ, કોઈ પણ વેક્સીન કોરોના વાયરસથી સંક્રમિત શ્વાસના દર્દીઓને 100 ટકા સુરક્ષિત ન કરી શકે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે કોઈ પણ વેક્સીનમાં ત્રણ ચીજો હોવી જોઈએ- સુરક્ષા, ઇમ્યૂનિટી વધારવાની ક્ષમતા અને તેનું કારગર હોવું. તેથી હું જણાવી દઉં કે એવા લોકો જે શ્વાસની બીમારી (Respiratory Diseases)થી પીડાઈ રહ્યા છે, તેમના માટે વેક્સીન પૂરી રીતે કામ નહીં કરી શકે.


આ પણ વાંચો,
દેશના 130 કરોડ લોકોને કોરોના વેક્સીન આપવા માટે ખર્ચ કરવા પડશે 5000 કરોડ રૂપિયા- Zydus Cadila

ભાર્ગવે વધુમાં કહ્યું કે, જોકે WHOએ એવું પણ કહ્યું છે કે 50 ટકા કારગર હોવા પર પણ વેક્સીનને સ્વીકાર કરવામાં આવી શકે છે. આમ આપણે 100 ટકાના ટાર્ગેટને લઈને ચાલી રહ્યા છીએ. પરંતુ આ 50થી 100 ટકાની વચ્ચે જ રહેશે.

આ પણ વાંચો, ભારતમાં કેમ વધી રહ્યા છે Coronaના આટલા કેસ? સામે આવ્યું સૌથી મોટું કારણ

ભારતમાં 3 વેક્સીન ક્લિનિકલ ટ્રાયલના સ્ટેજમાં : ICMRના ડાયરેક્ટર ડૉક્ટર બલરામ ભાર્ગવે કહ્યું કે, ઝાયડસ કેડિલા (Zydus Cadila) અને ભારત બાયોટેક (Bharat Biotech)એ ફેઝ-1 ટ્રાયલ પૂરા કરી દીધા છે. બીજી તરફ સીરમ ઇન્સ્ટિટ્યૂટ (Serum Institute)એ ફેઝ-2 B3 ટ્રાયલને પૂરા કરી દીધા છે. ટૂંક સમય મંજૂરી મળ્યા બાદ ત્રીજા ફેઝનું કામ શરુ કરવામાં આવશે. તેના માટે 14 સ્થાનો પર 1500 રોગીઓ પર તેના ટેસ્ટ કરવામાં આવશે.
Published by: Mrunal Bhojak
First published: September 23, 2020, 8:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading