ના, આ સમય મજૂરોને ટ્રેનમાં ભરીને ઘરે મોકલી દેવાનો નથી

News18 Gujarati
Updated: April 15, 2020, 7:21 PM IST

જો ટ્રેનનાં એક ડબ્બામાં કોઈ સંક્રમિત વ્યક્તિ પ્રવાસ કરી રહ્યો હોય તો આખા ડબ્બામાં ખતરો છે. માની લો કે એક ડબ્બામાં 60-70 લોકો છે. આવામાં જ્યારે લોકો પોતાના ગામ પહોંચે તો આ ખતરો કેટલા સ્તર પર આગળ વધી શકે

  • Share this:
પહેલા દિલ્હી-યુપી બોર્ડર પર હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા, આ ઘટનાના અઠવાડીયા પછી મુંબઈના (Mumbai)ના બાંદ્રામાં સેંકડોની ભીડ. આ બધા ઘરે જવા માંગે છે. જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે સૌથી પહેલા ઘર યાદ આવે છે. જેથી આ ઘરે જવા માંગે છે તો તેમની ભાવનાઓ અને માનસિકતાને સમજી શકાય છે. દિલ્હીના આનંદ વિહાર (Anand Vihar)પહોંચેલા લોકો બસમાં જવાના હતા. બાંદ્રામાં (Bandra) મંગળવારે જમા થયેલી ભીડ ટ્રેનની આશામાં આવી હતી. તમામ વાતો છે, જે પ્રમાણે અફવા ફેલાઈ કે સ્પેશ્યલ ટ્રેન ચાલવાની છે. સોશિયલ મીડિયા ઉપર કે ચેનલો પર આ ખબર ચાલી હતી. જે પછી લોકો જમા થયા હતા. લોકોના જમા થવાનું કારણ શું હતું, તેની ઉપર ઘણી વાતો થઈ છે પણ શું આ સમયે કોઈ સ્પેશ્યલ ટ્રેન ચલાવવી યોગ્ય હોત? આ એક સવાલ છે જેની ઉપર ચર્ચા થવી ઘણી જરુરી છે.

આપણે બધા એમ માનીશું કે મુશ્કેલ સ્થિતિમાં ઘરે જવાની ઇચ્છા થાય. તેના પર જો ખાવા-પીવાને લઈને સમસ્યા હોય તો આ ઇચ્છા વધારે વધશે. જોકે સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા સંભવ છે કે ઘરની આસપાસ પહોંચવાની ઇચ્છાને પુરી કરે. જોકે આ માટે શું કિંમત ચુકાવવી પડી શકે છે તે વિશે વિચાર કર્યો છે?


આ એવો સમય છે જેમાં કોરોના વાયરસથી બચવા માટે સૌથી કારગર ઉપાય સોશિયલ ડિસ્ટન્સ બનાવી રાખવાનો છે. હવે જરા વિચારો જો કોઈ મુંબઈથી પૂર્વી ઉત્તર પ્રદેશ કે બિહાર જવા માંગે તો તેને કેટલા કલાક ટ્રેનમાં પસાર કરવા પડે. મુંબઈથી પટનાની મુસાફરી લગભગ 30 કલાકની આસપાસ છે. એટલે કે એક દિવસથી પણ વધારે. જેટલા લોકો ઘરે જવા માંગે છે તેમના માટે ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સ આસાન નથી. જો ટ્રેનના એક ડબ્બામાં ઠાંસીને ભરવામાં આવે તો સમજી શકાય કે તેમને બિમારીનો કેટલા ખતરો છે.

જો ટ્રેનનાં એક ડબ્બામાં કોઈ સંક્રમિત વ્યક્તિ પ્રવાસ કરી રહ્યો હોય તો આખા ડબ્બામાં ખતરો છે. માની લો કે એક ડબ્બામાં 60-70 લોકો છે. આવામાં જ્યારે લોકો પોતાના ગામ પહોંચે તો આ ખતરો કેટલા સ્તર પર આગળ વધી શકે છે. તેનો અંદાજો જ લગાવી શકાય છે.

જો આમ થાય તો લોકડાઉનની બધી મહેનત પર પાણી ફરી વળે છે. સંક્રમિત લોકો પોતાના પરિવારને પણ ખતરામાં મુકશે. પરિવારના સભ્ય ગામમાં રહેલા બાકી લોકો માટે પણ ખતરો બનશે. તેમાં ધ્યાન રાખવાની વાત એ પણ છે કે ગામમાં સ્વાસ્થ્ય સુવિધા શહેરો જેવી ના હોય. આવામાં જો બિમારી ફેલાય તો ભગવાન જાણે, ક્યાં જઈને રોકાય. ભારતમાં લગભગ 50 હજાર વેન્ટીલેટર્સ છે, જે મોટાભાગે મોટા શહેરોમાં છે.કોરોનામાં મોતનું સૌથી વધારે જોખમ ઘરડા લોકોને હોય છે. જો બાંદ્રા જેવી ભીડને કોઈ રીતે ગામ સુધી પહોંચાડવામાં આવે તો આ લોકો સૌથી પહેલા પોતાના માતા-પિતા માટે ખતરો સાબિત થશે. રેલવે માટે સ્પેશ્યલ ટ્રેન ચલાવવી મુશ્કેલ નથી. રેલવેનો તો રોજ ટ્રેન ન ચલાવવાના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે. આવામાં ટ્રેન ચલાવવાથી રેલવેનું સ્વાસ્થ્ય સારું થશે પણ દેશનું સ્વાસ્થ્ય બગડી જશે. આ રીતે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યમાં મજૂરોને ખાવાનું આપી રહેલી રાજ્ય સરકારો માટે એ પણ આસાન છે કે તે તેમને વિશેષ ટ્રેનમાં બેસાડીને પોતાના રાજ્યથી દૂર મોકલી દે. જોકે આ દેશ માટે ઠીક રહેશે નહીં.

જી, હા, મજૂર મુશ્કેલમાં છે. જી,હા, તે ઘરે જવા માંગે છે પણ તેમને રોકવા પડશે. તે જ્યાં છે તેમણે ત્યાં જ રહેવું પડશે. રાજ્ય સરકારોએ તેમનું ધ્યાન રાખવું પડશે. એનજીઓ, દેશના દરેક સબળ નાગરિકોએ તેમનું ધ્યાન રાખવાની જરુર છે, જેથી તે ભૂખ્યા પેટે ન ઉંઘે. ઘરથી થોડા દિવસો દૂર રહે જેથી તે સ્વસ્થ રહે, તેમનો પરિવાર પણ....અને દેશ પણ.
First published: April 15, 2020, 7:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading