Coronavirus Updates: દેશમાં 24 કલાકમાં નોંધાયા 38,628 નવા પોઝિટિવ કેસ, કેરળની હાલત ખરાબ

ફાઈલ તસવીર.

Coronavirus India Updates: તાજા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 617 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં મોતનો દર 1.3 ટકા થયો છે. જ્યારે સાજા થવાનો દર 97.4 ટકા છે.

  • Share this:
    નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) કોરોનાના નવા આંકડા જાહેર કરી દીધા છે. જે પ્રમાણે છેલ્લા 24 કલાકમાં (7th August) દેશમાં કોરોના વાયરસના નવા 38,628 કેસ નોંધાયા છે. ગઈકાલે એટલે કે શુક્રવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં દેશમાં 44,643 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 464 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

    આજના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 617 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં મોતનો દર 1.3 ટકા થયો છે. જ્યારે સાજા થવાનો દર 97.4 ટકા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,017 લોકો સાજા થયા છે. હાલ દેશમાં 4,12,153 એક્ટિવ દર્દી છે.

    નવા આંકડા જાહેર થયા બાદ દેશમાં અત્યારસુધી કોરોના વારસના કુલ 3 કરોડ 18 લાખ 95 હજાર 385 કેસ થયા છે. આ સાથે જ દેશમાં 3 કરોડ 10 લાખ 55 હજાર 861 લોકો સાજા થયા છે. કોરોના વેક્સીનની વાત કરવામાં આવે તો દેશમાં અત્યારસુધી 47.83 કરોડ લોકોને વેક્સીન આપવામાં આવી છે. 6 ઓગસ્ટના રોજ દેશમાં કુલ 17,50,081 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી.

    આ પણ વાંચો: 18મી ઓગસ્ટ સુધી રોકાણની સારી તક, ઓછા સમયમાં કરો મોટી કમાણી- જાણો વિગત

    કેરળની હાલત ખરાબ

    સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે એકલા કેરળમાં જ 24 કલાકમાં 19,948 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં 187 લોકોનાં મોત થયા છે. આ સાથે જ 19,480 લોકો સાજા પણ થયા છે. હાલ કેરળમાં 1,78,722 એક્ટિવ દર્દી છે.

    મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 5539 નવા કેસ નોંધાયા છે. જ્યારે 5859 લોકો સાજા થયા છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 187 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધી કોરોનાથી 1,33,717 લોકોનાં મોત થયા છે.



    રાજ્યમાં શુક્રવારે 5,93,263 વ્યક્તિઓનું રસીકરણ

    શુક્રવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં (Gujarat Coronavirus updates) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 23 કેસ નોંધાયા છે. જેની સામે 24 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,077 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. અત્યારસુધીમાં 3,55,94,297 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. શુક્રવારે કુલ 5,93,263 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 4, સુરતમાં 5, વડોદરામાં 4, આણંદમાં 4, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ખેડા, નવસારીમાં 1-1 સહિત કુલ 23 કેસ નોંધાયા છે.

    આ પણ વાંચો: UPSCની પરીક્ષામાં ઇન્ટરવ્યૂમાંથી બહાર થતાં યુવક-યુવતીનો આપઘાત, ચાર કલાકના અંતરાલમાં લટકતાં મળ્યાં





    રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 3, સુરતમાં 8, વડોદરામાં 4, પંચમહાલમાં 3, ભરૂચમાં 2, અમરેલી, નવસારી, ડાંગ, મહેસાણામાં 1-1 સહિત કુલ 24 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 204 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 199 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 8,14,720 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published: