Coronavirus News Live Updates: 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 41,649 કેસ, સતત ચોથા દિવસે એક્ટિવ કેસ વધ્યા

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Coronavirus News Live Updates: સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમં 41,649 નવા કેસ નોંધાયા છે. જેની સામે 37,291 લોકો સાજા થાય છે. હાલ દેશમાં કોરોના વાયરસના કુલ 4,08,920 એક્ટિવ કેસ છે.

  • Share this:
    નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) દેશમાં કોરોના કેસના (Coronavirus India updates) નવા આંકડા જાહેર કરી દીધા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,649 નવા કેસ નોંધાયા છે. જેની સામે 37,291 લોકો સાજા થયા છે. હાલ દેશમાં કોરોના વાયરસના કુલ 4,08,920 એક્ટિવ કેસ છે. દેશમાં 24 કલાકમાં 593 લોકોએ કોરોનાને પગલે જીવ ગુમાવ્યો છે.

    નવા કેસની સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા  (Coronavirus Total cases in India) 3,16,13,993 થઈ છે. આ સાથે જ દેશમાં સાજા થનારા લોકોની સંખ્યા 3,07,18,263 થઈ છે. દેશમાં અત્યારસુધી કોરોનાથી કુલ 4,23,810 લોકોએ જીવ (Death) ગુમાવ્યો છે. હાલ દેશમાં મોતની ટકાવારી 1.3 ટકા છે. જ્યારે સાજા થવાનો દર 97.4 ટકા છે. રસીકરણની વાત કરીએ તો દેશમાં અત્યારસુધી કુલ 46,15,18,479 લોકોને કોરોનાની રસી (Corona vaccine) આપવામાં આવી ચૂકી છે. શુક્રવારે દેશમાં 52,99,036 લોકોને વેક્સીન આપવામાં આવી હતી.

    આ પણ વાંચો: Assam Mizoram Border Dispute: મિઝોરમ પોલીસે આસામના CM હિમંત બિસ્વા સરમા સામે નોંધી ફરિયાદ

    Coronavirus Data Highlights (July 31, 2021)

    >> 41.65 હજાર નવા કેસ, 593 લોકોનાં મોત, 37.29 હજાર લોકો સાજા થયા.
    >> એક્ટિવ કેસમાં 3.77 હજારનો વધારો. સતત ચોથા દિવસે એક્ટિવ કેસમાં વધારો.
    >> સતત ચોથા દિવસે 40 હજારથી વધારે કેસ નોંધાયા.
    >> કેરળમાં 20.77 હજાર, મહારાષ્ટ્રમાં 6.6 હજાર, આંધ્ર પ્રદેશમાં 2.07 હજાર નવા કેસ
    >> મહારાષ્ટ્રમાં 231 લોકોનાં મોત, કેરળમાં 116 અને ઓડિશામાં 66 લોકોનાં મોત.
    >> 12 રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો.



    ગુજરાતમાં શુક્રવારે 21 નવા કેસ નોંધાયા

    રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus) નવા 21 કેસ નોંધાયા છે. જેની સામે 29 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,076 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. અત્યારસુધીમાં 3,29,58,203 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. શુક્રવારે કુલ 3,43,742 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.



    રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 5, સુરતમાં 2, વડોદરામાં 4, જૂનાગઢમાં 3, ભરૂચમાં 2, અમરેલી, આણંદ, દાહોદ, ગીર સોમનાથ, મોરબીમાં 1-1 સહિત કુલ 21 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 6, સુરતમાં 3, વડોદરામાં 6, ભાવનગરમાં 6, ગાંધીનગરમાં 2, જૂનાગઢ, અમરેલી, ડાંગ, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 1-1 સહિત કુલ 29 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 260 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 255 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 8,14,514 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published: