Coronavirus cases india: દેશમાં કોરોનાને કારણે કેરળની સ્થિતિ ખરાબ થઈ છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 13,984 નવા કેસ નોંધાયા છે. જેની સામે 15,923 લોકો સાજા થયા છે. કેરળમાં 24 કલાકમાં કોરોનાથી 118 લોકોનાં મોત થયા છે.
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union health ministry) મંગળવારે સવારે કોરોનાના નવા આંકડા જાહેર કરી દીધા છે. જે પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 30,549 નવા કેસ (Coronavirus cases india) નોંધાયા છે. જેની સામે 38,887 લોકો સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 422 લોકોનાં મોત થયા છે. દેશમાં હાલ મોતની ટકાવારી 1.3 ટકા છે. જ્યારે સાજા થવાનો દર 97.4 ટકા છે. નવા આંકડા જાહેર થયા બાદ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3 કરોડ 17 લાખ 26 હજાર અને 507 થઈ છે. આ સાથે જ દેશમાં સાજા થનારા લોકોની સંખ્યા 3 કરોડ 08 લાખ 96 હજાર 354 થઈ છે. દેશમાં કોરોનાથી કુલ 4 લાખ 25 હજાર 195 લોકોનાં મોત થયા છે.
કોરોનાની વેક્સીનની વાત કરવામાં આવે તો અત્યારસુધી દેશમાં કુલ 47 કરોડ 12 લાખ 94 હજાર 789 લોકોને વેક્સીન આપવમાં આવી ચૂકી છે. બીજી ઓગસ્ટના રોજ દેશમાં 16 લાખ 49 હજાર 295 લોકોને કોરોના વેક્સી આપવામાં આવી ચૂકી છે.
દેશમાં કોરોનાને કારણે કેરળની સ્થિતિ ખરાબ થઈ છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 13,984 નવા કેસ નોંધાયા છે. જેની સામે 15,923 લોકો સાજા થયા છે. કેરળમાં 24 કલાકમાં કોરોનાથી 118 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રની વાત કવરામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 90 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 4869 નવા કેસ નોંધાયા છે, જેની સામે 8429 લોકો સાજા થયા છે. ઓડિશામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 67 લોકોનાં મોત થયા છે. અહીં 24 કલાકમાં કોરોનાના 1032 કેસ નોંધાયા છે.
સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 22 કેસ નોંધાયા છે. જેની સામે 25 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,076 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.74 ટકા છે. અત્યારસુધીમાં 3,40,76,401 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. સોમવારે કુલ 2,49,099 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
આ પણ વાંચો: 3 ઓગસ્ટ, 2021: પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર, જાણો અમદાવાદ સહિત ગુજરાતના શહેરમાં આજનો ભાવ રાજયમાં કોરોના વાયરસની બીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે, જેના કારણે હવે 20-30ની વચ્ચે રોજ નવા કેસ નોંધાઈ રહ્યા છે. દરમિયાન રાજ્યમાં સોમવારે કુલ 28 જિલ્લા અને 4 મહાનગરમાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા છે. આમ શહેર હોય કે ગામ ગુજરાતમાં કોરોના કાબૂમાં છે. બીજી તરફ રાજ્યમાં હાલમાં ફક્ત 251 એક્ટિવ કેસ છે, આ પૈકીના 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,14, 595 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10,076 લોકોનાં મોત થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર