Coronavirus in India: 24 કલાકમાં દેશમાં નોંધાયા 70 હજાર કેસ, એક્ટિવ કેસ 10 લાખની અંદર

પ્રતીકાત્મક તસવીર

Coronavirus Cases in India Today: ભારતમાં હાલ 10 લાખની આસપાસ એક્ટિવ કેસ, અમેરિક અને બ્રાઝીલમાં ભારત કરતા એક્ટિવ કેસની સંખ્યા વધારે.

  • Share this:
    નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Covid-19 Cases in India)ની બીજી લહેર કાબૂમાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં કોરોના સંક્રમણના કેસમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના 70 હજાર 421 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 3921 લોકોનાં મોત થયા છે. તો 1 લાખ 19 હજાર 501 લોકો સાજા થયા છે.

    સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry India) જાહેર કરેલા તાજા આંકડા પ્રમાણે દેશમાં અત્યારસુધી 2 કરોડ 95 લાખ 10 હજાર 410 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 2 કરોડ 81 લાખ 62 હજાર 947 લોકો સાજા થયા છે. અત્યારસુધી દેશમાં કોરોનાથી 3 લાખ 74 હજાર 305 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ દેશમાં 9 લાખ 73 હજાર 158 એક્ટિવ કેસ છે.



    કોરોનાથી અઠવાડિયે થતા મોતમાં 19%નો વધારો

    કોરોનાથી થતા સાપ્તાહિક મોતમાં 19 ટકાનો વધારો નોંધાયો છે. આ વધારા પાછળ મોતના જૂના આંકડા છે. મોતના બેગલૉગ આંકડામાં મહરાષ્ટ્ર અને બિહાર સૌથી આગળ છે. ગત અઠવાડિયે 25 હજાર મોત નોંધાયા હતા. જેમાંથી 12,573 જૂના કેસ છે.

    વેક્સીન અને ટેસ્ટિંગના આંકડા

    13 જૂન સુધી દેશમાં 25 કરોડ 48 લાખ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ગત દિવસે 14 લાખ 99 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યારસુધી કોરોનાના 38 કરોડ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. ગત દિવસે 14.92 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેનો પોઝિટિવિટી રેટ ચાર ટકા છે.

    ગુજરાત 24 કલાકમાં નવા 455 કેસ

    કડક પ્રતિબંધો (Gujarat coronavirus cases) વચ્ચે ગુજરાતમાં હાકાકાર મચાવતી કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિની (Gujarat corona udpate) વાત કરીએ તો રવિવારે કોરોનાના નવા 455 કેસ નોંધાયા છે. જ્યારે 1,063 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.53 ટકા થયો છે.



    ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે રવિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યાં 455 થઈ છે. આ સાથે રાજ્યમાં 6 લોકોએ કોરોનાના કારણે મોતને ભેટ્યાં છે.

    રાજ્યમાં રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધી કુલ 2,34,501 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોનાની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં કુલ 10,249 એક્ટિવ કેસ છે. જેમાં 253 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે, જ્યારે 9,996 દર્દીઓ સ્ટેબલ છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધી કોરોનાએ 9997 લોકોનો ભોગ લીધો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: