દેશમાં કોરોનાથી એક જ દિવસમાં 2,634 લોકોનાં મોત, એક્વિટ કેસ વધીને 25.52 લાખ થયા

દેશમાં કોરોનાથી એક જ દિવસમાં 2,634 લોકોનાં મોત, એક્વિટ કેસ વધીને 25.52 લાખ થયા
તસવીર: Shutterstock

Coronavirus News Live Updates:શનિવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3,46,786 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં 2,634 લોકોનાં મોત થયા છે.

  • Share this:
    નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર (Coronavirus second wave)માં દેશમાં હાહાકાર મચી ગયો છે. દેશમાં ઑક્સીજન (Oxygen) અને બેડ (Bed)ની મોટાપાયે અછતના સમાચાર સામે આવી રહ્યા છે. સ્મશાન ગૃહોમાં પણ લાંબું વેઇટિંગ (Funeral houses waiting) જોવા મળી રહ્યું છે. અનેક શહેરોમાં કામચલાઉ સ્મશાનો ઊભા કરવા પડ્યા છે. બીજી તરફ દેશમાં દરરોજ કોરોના વાયરસના રેકોર્ડ નવા કેસ નોંધાઈ રહ્યા છે. શનિવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union health ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા 3,46,786 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં 2,634 લોકોનાં મોત થયા છે.

    દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 25.52 લાખ થઈ છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1.66 કરોડ થઈ છે, જ્યારે 1.38 કરોડ લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,19,838 લોકો સાજા થયા છે. દેશમાં સાજા થવાનો દર ઘટીને 83.5 ટકા થયો છે. કોરોનાથી અત્યારસુધી દેશમાં 1,89,544 લોકોનાં મોત થયા છે.



    આ પણ વાંચો: અભ્યાસમાં દાવો- કોરોનાથી સાજા થયેલા લોકોમાં મોત અને ગંભીર બીમારીનું જોખમ વધારે

    મુખ્ય રાજ્યોની હાલત:

    છત્તીસગઢ :24 કલાકમાં કુલ 17,397 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કુલ 216 લોકોનાં મોત થયા. રાજ્યમાં અત્યારસુધી કુલ 6,22,965 કેસ નોંધાયા છે. કોરોનાથી કુલ 6,893 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ 1,23,497 દર્દીની સારવાર ચાલી રહી છે.



    દિલ્હી: 24 કલાકમાં કુલ 24,331નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કુલ 348 લોકોનાં મોત થયા. રાજ્યમાં અત્યારસુધી કુલ 9,80,679 કેસ નોંધાયા છે. કોરોનાથી કુલ 1,3541 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ 92,029 દર્દીની સારવાર ચાલી રહી છે.

    આ પણ વાંચો: કોરોનાની આશંકાએ એમ્બ્યુલન્સે વૃદ્ધને હૉસ્પિટલ લઈ જવાનો કર્યો ઇન્કાર, થોડીવારમાં મોત; આઘાતમાં આવીને પુત્રનો આપઘાત

    કર્ણાટક: 24 કલાકમાં કુલ 26,962 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કુલ 190 લોકોનાં મોત થયા. રાજ્યમાં અત્યારસુધી કુલ 12,74,956 કેસ નોંધાયા છે. કોરોનાથી કુલ 14,075 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ 2,14,330 દર્દીની સારવાર ચાલી રહી છે.



    મહારાષ્ટ્ર: 24 કલાકમાં કુલ 66,836 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કુલ 773 લોકોનાં મોત થયા. રાજ્યમાં અત્યારસુધી કુલ 41,61,676 કેસ નોંધાયા છે. કોરોનાથી કુલ 63,252 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ 6,93,632 દર્દીની સારવાર ચાલી રહી છે.

    આ પણ વાંચો: કોરોના: 'શ્વાસ' બચાવવાની લડાઈમાં સંજીવની બની શકે છે ઝાયડસની 'વિરાફિન' દવા, જાણો


    ગુજરાતમાં નોંધાયા રેકોર્ડબ્રેક 13,804 કેસ

    રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા રેકોર્ડબ્રેક 13,804 કેસ નોંધાયા છે. જેની સામે 5,618 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 142 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 6,019 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 77.30 ટકા છે. રાજ્યમાં અત્યારે કુલ 1,00,128 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 384 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 99,744 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 3,61,493 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:April 24, 2021, 10:43 am

    ટૉપ ન્યૂઝ