નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus second wave) ધીમે ધીમે શાંત પડી રહી છે. અનેક રાજ્યોમાં સ્થિતિ ખૂબ ઝડપથી સુધરી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union health ministry) શનિવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 48,698 કેસ નોંધાયા છે. આ દરમિયાન 64,818 લોકો સાજા થયા છે. 24 કલાકમાં દેશમાં 1,183 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં સાજા થવાનો દર 96.7 ટકા થયો છે.
દેશમાં કોરોના વાયરસના અત્યારસુધી 3,01,83,143 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેની સામે 2,91,93,085 લોકો સાજા થયા છે. દેશમાં હાલ 5,95,565 લોકો એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે. દેશમાં કોરોનાથી મોતનો આંકડો ચાર લાખની નજીક પહોંચ્યો છે. કોરોનાથી દેશમાં અત્યારસુધી કુલ 3,94,493 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં અત્યારસુધી કુલ 31.50 કરોડ લોકોને વેક્સીન આપવામાં આવી ચૂકી છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 11,546 કેસ કર્ણાટકમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 9,604, તાલિમનાડુમાં 5,755, આંધ્ર પ્રદેશમાં 4,458 કે નોંધાયા છે. કોરોનાથી થયેલા મોતની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં સૌથી વધારે 511 લોકોનાં મોત થયા છે. તામિલનાડુમાં 150, કર્ણાટકમાં 114, કેરળમાં 118 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે.
આજની હાઇલાઇટ્સ:
>> દેશમાં એક્ટિવ કેસમાં 17.3 હજારનો ઘટાડો નોંધાયો >> સતત છઠ્ઠા દિવસે દેશમાં 1.5 હજારથી ઓછા મોત નોંધાયા. >> સતત સાતમ દિવસે 60 હજારથી ઓછા કેસ નોંધાયા >> 86 દિવસ પછી એક્ટિવ કેસ છ લાખની નીચે >> કેરળ અને મેઘાલયમાં એક્ટિવ કેસમાં વધારો નોંધાયો
શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 123 કેસ નોંધાયા છે. જેની સામે 431 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે ત્રણ દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,045 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.28 ટકા છે. અત્યારસુધીમાં કોરોના વેક્સીનના 2,42,60,703 ડોઝ કોરોના વેક્સીનના (Corona Vaccine)આપવામાં આવ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે ત્રણ દર્દીનાં મોત થયા છે. અમદાવાદ, ગીર સોમનાથ અને જામનગરમાં 1-1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં હાલ 4,116 દર્દી એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 38 દર્દી વેન્ટીલેટર પર છે, જ્યારે 4,078 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધી કુલ 8,08,849 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર