Corona કેસોમાં 5 દિવસ બાદ ઘટાડો, 24 કલાકમાં 30,941 લોકો સંક્રમિત, 350નાં મોત

દેશમાં અન્ય રાજ્યોની તુલનામાં કેરળની સ્થિતિ ગંભીર છે. (તસવીર-AP/Manish Swarup)

India Fights Corona: ભારતમાં 64 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સીનના ડોઝ અપાયા; Covid રિકવરી રેટ 97.50 ટકા

  • Share this:
    Coronavirus Updates India, 31 August 2021: ભારતમાં પાંચ દિવસ બાદ કોરોના સંક્રમણના આંકડાઓ (India Corona Cases) થોડી રાહત આપી છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ સંક્રમણના 30 હજારની આસપાસ કેસ નોંધાયા છે આ ઉપરાંત મૃત્યુઆંક પણ 400ની નીચે રહ્યો છે. કેરળમાં સંક્રમિત કેસો (Kerala Corona Cases) ઘટવાના કારણે દેશના કુલ આંકડા પર તેની સીધી અસર થઈ છે. કેરળમાં રોજના 30 હજારથી ઘટીને 19 હજારની આસપાસ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં (Maharashtra Covid Cases) પણ સંક્રમિત લોકોની સંખ્યા 4 હજારની અંદર થઈ છે. વિશેષમાં, ગુજરાતમાં (Corona Cases in Gujarat) એક દિવસમાં 12 લોકો સંક્રમિત થયા છે.

    સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,941 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 350 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,27,68,880 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 64,05,28,644 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 59,62,286 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.


    કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને ભારતમાં 3 કરોડ 19 લાખ 59 હજાર 680 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 36,275 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,70,640 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,38,560 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 30 ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ 52,15,41,098 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના 24 કલાકમાં 13,94,573 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, દક્ષિણ આફ્રિકામાં મળેલો કોરોના વેરિએન્ટ ઘણો વધારે સંક્રામક, વેક્સીન પણ થશે બેઅસર : સ્ટડી

    ગુજરાતમાં 4 કરોડ 56 લાખથી વધુ કોરોના વેક્સીન અપાઈ

    ગુજરાતમાં તહેવારોની ઉજવણી બાદ કોરોના સંક્રમણના કેસ વધી શકે છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12 કેસ નોંધાયા છે. જેની સામે 13 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10081 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 4,54,69,490 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, પહેલાથી બીમારી સામે લડી રહેલા બાળકોને કોરોનાથી મોટો ખતરો: એક્સપર્ટ

    રાજ્યમાં 24 કલાકમાં 12 નવા કેસ નોંધાયા

    ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 3, સુરતમાં 2, વડોદરામાં 2, કચ્છ, પોરબંદરમાં 2-2, મહેસાણામાં 1 સહિત કુલ 12 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 5, સુરતમાં 3, વડોદરામાં 4, ભાવનગરમાં 1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 150 એક્ટિવ કેસ છે, જેમાં 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 146 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815179 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: