કોરોના વાયરસના નવા સ્ટ્રેનની ભારતમાં પણ એન્ટ્રી, UKથી આવેલા 6 લોકો સંક્રમિત

UK કોરોના વેરિયન્ટ દર્દીઓને બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેની હૉસ્પિટલમાં ડેડિકેટેડ ફેસિલિટીમાં સારવાર આપવામાં આવી રહી છે

UK કોરોના વેરિયન્ટ દર્દીઓને બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેની હૉસ્પિટલમાં ડેડિકેટેડ ફેસિલિટીમાં સારવાર આપવામાં આવી રહી છે

 • Share this:
  નવી દિલ્હીઃ બ્રિટન (Britain)થી પરત આવેલા લોકો પૈકી 6 લોકોના સેમ્પલ યૂકે વેરિયન્ટ જિનોમ (UK Variant Coronavirus)ની સાથે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તેમાંથી 3 નિમહંસ બેંગલુરુ (Bengaluru), 2 સીસીએમબી હૈદરાબાદ (Hyderabad) અને 1 એનઆઇવી પુણે (Pune)માં દાખલ છે.

  તમામ સંક્રમિતોને રાજ્ય સરકારો દ્વારા ડેડિકેટેડ મેડિકલ ફેસિલિટીમાં આઇસોલેટ રાખવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વૉરન્ટિન કરી દેવામાં આવ્યા છે. તેની સાથે જ આ સંક્રમિત લોકો સાથે મુસાફરી કરનારા, પારિવારિક સંપર્કો અને અન્ય લોકો માટે ટેસ્ટિંગ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. મળતી જાણકારી મુજબ, અન્ય સેમ્પલને પણ જિનોમ સીક્વન્સિંગ હોઈ શકે છે.

  આ પણ વાંચો, COVID-19: દેશમાં 98 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, હાલમાં માત્ર 2,68,581 એક્ટિવ કેસ

  મળતી જાણકારી મુજબ, તમામ સંક્રમિતોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેની સાથે જ INSACOG પ્રયોગશાળાઓમાં સેમ્પલ્સના સર્વેલાન્સ, કન્ટેનમેન્ટ, ટેસ્ટિંગ અને ડિસ્પેચ માટે રાજ્યોને નિયમિત સલાહ પ્રદાન કરવામાં આવી રહી છે.

  મીડિયા રિપોર્ટ્સ મુજબ, કુલ 33 હજાર મુસાફરો યૂકેથી ભારતના અલગ-અલગ એરપોર્ટ પર 25 નવેમ્બરથી 23 ડિસેમ્બરની વચ્ચે આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધી 114 કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. તેમના સેમ્પલને જ્યારે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા તો 6 દર્દીઓમાં નવો સ્ટ્રેન હોવાનું સામે આવ્યું.

  કોરોના વાયરસના નવા વેરિયન્ટ (B.1.1.7)  ત્રણ ગણો વધારે સંક્રામક હોવાનું કહેવાય છે. બ્રિટનમાં પ્રભાવિત વિસ્તારોમાં કોરોનાના મામલામાં 300 ટકાનો વધારો થયો છે. જોકે કોવિડ-19નો આ નવો સ્ટ્રેન કેટલો ખતરનાક છે, તે સ્પષ્ટ નથી થયું. વૈજ્ઞાનિક હાલ તેના જિનોમ સંરચના પર રિસર્ચ કરી રહ્યા છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે જેનાથી થયેલા મ્યૂટેશનથી વાયરસ વધુ ખતરનાક થઈ ગયો છે કે પછી નબળો થયો છે.

  આ પણ વાંચો, એક્ટર રામ ચરણ થયો કોરોના સંક્રમિત, હૉમ ક્વૉરન્ટિનમાં સારવાર હેઠળ

  નોંધનીય છે કે, ભારત પહેલા નવા મ્યૂટેશન કોરોના વાયરસવાળા સ્ટ્રેનના કેસ અત્યાર સુધી ડેનમાર્ક, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ઈટલી, સ્વીડન, ફ્રાન્સ, સ્વિત્ઝરલેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબનાન અને સિંગાપુર જેવા દેશોમાં સામે આવી ચૂક્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: