નવી દિલ્હીઃ દેશમાં બ્રિટનમાં મળેલા વધારે ખતરનાક કોરોના સ્ટ્રેન (Coronavirus New Strain)થી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારે બ્રિટન (United Kingdom Flights) જતી અને આવનારી ફ્લાઇટ્સ પર 7 જાન્યુઆરી 2021 સુધી પ્રતિબંધ વધારી દીધો છે. પહેલા યૂકેની ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કેન્દ્રીય સિવિલ એવિએશન મંત્રી હરદીપ સિંહ પુરી (Union Civil Aviation Minister Hardeep Singh Puri)એ આ જાણકારી આપી.
એક ઓફિશિયલ નિવેદનમાં હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, બ્રિટનમાં હાલની સ્થિતિને જોતાં ભારત સરકારે નિર્ણય લીધો છે કે બ્રિટનથી ભારત આવનારી તમામ ફ્લાઇટ્સ અસ્થાયી રીતે 7 જાન્યુઆરી 2021 રાત્રે 11:59 વાગ્યા સુધી સસ્પેન્ડ રહેશે. આ પ્રતિબંધ 22 ડિસેમ્બરે રાત્રે 11:59 વાગ્યાથી શરૂ થયો છે.
A decision has been taken to extend the temporary suspension of flights to & from the United Kingdom till 7 January 2021: Union Civil Aviation Minister Hardeep Singh Puri pic.twitter.com/LgjsSSLxFM
આ પહેલા પુરીએ કહ્યું કે, બ્રિટનથી ભારત આવનારા તમામ મુસાફરોનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવશે અને તેમને 7 દિવસ માટે ક્વૉરન્ટિનમાં ફરજિયાત રહેવું પડશે. તેઓએ વધુમાં કહ્યું હતું કે અસ્થાયી પ્રતિબંધની તારીખની સમીક્ષા કરવામાં આવશે.
એક્સપર્ટ્સ મુજબ, કોરોનાનો નવો સ્ટ્રેન ખૂબ જ ઝડપથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નવા પ્રકારે વાયરસને વધારનારા પ્રોટીનમાં ફેરફાર કરી દીધો છે, જેના કારણે તે શરીરની સ્વસ્થ કોશિકાઓ પર સરળતાથી હુમલો કરી દે છે. તેનું ઝડપથી ફેલાવાનું આ જ કારણ છે.
Total of 20 persons have been found with the mutant variant of SARS- CoV-2 virus reported from the United Kingdom. These include the six persons reported earlier (3 in NIMHANS, Bengaluru, 2 in CCMB, Hyderabad and 1 in NIV, Pune): Ministry of Health and Family Welfare pic.twitter.com/JR0gZ1RiNH
નોંધનીય છે કે, બુધવારે કોરોના વાયરસના નવા સ્ટ્રેનના વધુ 14 કેસ ભારતમાં સામે આવ્યા છે. ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ 20 કેસ નોંધાઈ ચૂક્યા છે. બુધવાર સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તેની જાણકારી આપી. નોંધનીય છે કે, મંગળવારે કોવિડના બ્રિટન સ્ટ્રેન (Britain Corona Strain) ના 6 કેસ સામે આવ્યા હતા. મળતી માહિતી મુજબ, કુલ 20 કૈસી પૈકી 8 દેશની રાજધાની દિલ્હીના છે.
મંત્રાલયે જણાવ્યું કે, મંગળવારે NCDC દિલ્હીમાં 14, NIBG કોલકાતાની પાસે કલ્યાણીમાં 7, NIV પુણેમાં 50, નિમહંસમાં 15, સીસીએમબીમાં 15, આઇજીઆઇબીમાં 6 સહિત કુલ 107 સેમ્પલની તપાસ કરવામાં આવી. જેમાંથી 8 દિલ્હી, 1 કોલકાતાની નજીક કલ્યાણી, 1 એનઆઇવી પુણે, 7 નિમહંસ, 2 સીસીએબી, 1 આઇજીઆઇબીમાં સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ તમામ સંક્રમિતોના જિનોમ સિક્વન્સિંગથી જાણી શકાયું કે તેઓ વાયરસના નવા સ્વરૂપથી સંક્રમિત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર