કોરોના વાયરસના નવા સ્ટ્રેન પર સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- આ વધારે લોકોને બીમાર કરનારો છે

પ્રતિકાત્મક તસવીર

નીતિ આયોગના સભ્ય ડો વીકે પોલે કહ્યું- કોરોના વાયરસને લઈને ઘણા દેશોમાં પરેશાની વધી રહી છે. યૂરોપમાં કેસમાં વધારો થયો છે અને ઘણા દેશોએ પોતાને ત્યાં લોકડાઉન લગાવ્યું છે

 • Share this:
  નવી દિલ્હી : સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry) મંગળવારે કહ્યું કે બ્રિટનમાં (Britain) ફેલાઇ રહેલા કોરોના વાયરસના (Coronavirus)નવા પ્રકારથી બીમારીની ગંભીરતા પર અસર પડી રહી નથી અને તેનાથી મૃત્યુદર વધી રહ્યો નથી. મંત્રાલયે કહ્યું કે તેને લઈને પરેશાન થવાની જરૂર નથી પણ આ માટે સખત નજર રાખવાની જરૂર છે. સ્વાસ્થ્ય મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય ડો વીકે પોલે કહ્યું કે બ્રિટનમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસ ભારતમાં (India)અત્યાર સુધી જોવા મળ્યા નથી.

  ડો વીકે પોલે કહ્યું કે નવા વાયરસનો આ પ્રકાર લોકોને ઝડપથી સંક્રમિત કરનારો છે. જોકે તેનાથી કેસની ગંભીરતા અને મૃત્યુની આશંકા પર કોઈ અસર પડતી નથી. તેમના મતે આ વધારે લોકોને બીમાર કરી શકે છે. બ્રિટનમાં વાયરસના નવા રૂપ પર ડો. વીકે પોલે કહ્યું કે આ મ્યૂટેશનથી વાયરસના એકથી બીજા વ્યક્તિમાં જવાની ટ્રાન્સમિસિબિલિટી વધી ગઈ છે, એમ પણ કહેવાય છે કે આ ટ્રાન્સમિસિબિલિટી 70% વધી ગઈ છે.

  આ પણ વાંચો - કોરોનામાં ધંધુકા સ્વામિનારાયણ ગુરુકુળની અનોખી પહેલ, વિદ્યાર્થીઓની 70 લાખ રૂપિયા ફી માફ કરી

  પોલે કહ્યું કે કોરોના વાયરસને લઈને ઘણા દેશોમાં પરેશાની વધી રહી છે. યૂરોપમાં કેસમાં વધારો થયો છે અને ઘણા દેશોએ પોતાને ત્યાં લોકડાઉન લગાવ્યું છે. આમ આપણે ઘણી સારી સ્થિતિમાં છીએ.

  સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવે દેશમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે આવું લગભગ સાડા પાંચ મહિના પછી થયું છે કે ભારતમાં ત્રણ લાખથી ઓછા એક્ટિવ કેસ છે. વર્તમાનમાં ભારતમાં ફક્ત 3 ટકા એક્ટિવ કેસ છે.
  Published by:Ashish Goyal
  First published: