Home /News /national-international /

હવે Coronaના ઓછા લક્ષણવાળા દર્દી માટે પણ આવી ગઈ દવા, પહેલા આવી ચુકી ગંભીર લક્ષણોની દવા

હવે Coronaના ઓછા લક્ષણવાળા દર્દી માટે પણ આવી ગઈ દવા, પહેલા આવી ચુકી ગંભીર લક્ષણોની દવા

FabiFlu દવા

ચીનની બીજી સ્ટડીમાં 236 દર્દી સામેલ હતા. તેમાં પણ દવાન સારી અસર જોવા મળી. તો જાપાનમાં દર્દીના મોટા ગ્રુપ પર પણ સમાન પરિણામ જોવા મળ્યું

  કોરોના સંક્રમિતોનો આંકડો 89 લાખ પહોંચી ગયો છે. આ બધા વચ્ચે કેટલીએ દવાન ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ એક બાદ એક તમામ અસફળ રહી. કોઈ પણ દવા દર્દીઓ પર કામ જ નહોતી કરતી, તો કેટલીક દવામાં સાઈડ ઈફેક્ટ વધારે હતી. હવે પહેલી વખત એવી દવા આવી છે, જે કોરોનાના ઓછા લક્ષણોવાળા દર્દીઓ માટે અસરદાર માનવામાં આવી રહી છે. ફેવિપિરાવીર નામાની આ દવા એન્ટીવાયરલ છે. જે મુંબઈની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલે તૈયાર કરી છે. આ આને ભારતીય ઔષધિ મહાનિયંત્રકની માન્યતા પણ મળી ચુકી છે. દવાને ફેબિફ્લૂ હ્રાંડના નામથી બજારમાં ઉતારવામાં આવી રહી છે. જાણીએ શું ખાસ છે આ દવામાં અને કેવી રીતે કોરોના પર કામ કરશે.

  શું છે આ દવા

  ફેવિપિરાવીર એક એન્ટી-વાયરલ ડ્રગ્સ છે એટલે કે, વાયરલ ડિસિઝ પર કામ કરે છે. આ પહેલા જાપાનમાં ઈન્ફ્લ્યૂએન્જાની સારવાર માટે માન્યતા મળેલી છે. હાલમાં કોવિડ-19ના મામલામાં તેના પર 18 ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે. તેમાંથી બે સ્ટડીઝના સકારાત્મક પરિણામ આવ્યા છે. આજ કારણથી આ દવાને લઈ ગણી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  દવા કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ તેનું નિર્માણ શરૂ કરી રહી છે. DCGI તરફથી તેની માર્કેટિંગની મંજૂરી મળી ગઈ છે. આને માર્કેટમાં FabiFlu નામ આપવામાં આવ્યુ છે. આ દવા ગોળીના ફોર્મેટમાં આપવામાં આવી છે. FabiFlu કોરોનાના હલકા લક્ષણોવાળા દર્દીઓને આપવામાં આવશે. ગંભીર દર્દીઓને આ દવા નહીં આપવામાં આવે. સાથે એ પણ નક્કી થયું છે કે, જો દર્દી આ દવાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે તો જ તેની આ દવાથી સારવાર કરવામાં આવશે.

  શું પરિણામ રહ્યા બે તબક્કાના ક્લિનિકલ ટ્રાયલના

  ગ્લેનમાર્ક અનુસાર, કોરોનાના દર્દીઓની સારવાર દરમિયાન 88 ટકા દર્દીઓમાં આનો ફાયદો જોવા મળ્યો. લગભગ ચાર દિવસની અંદર તેનો વાયરલ લોડ એટલે કે, શરીરમાં વાયરસની સંખ્યામાં ગણી અછત આવી છે. કંપની ગ્લેનમાર્કે 20 જૂને દવા વિશે પ્રે કોન્ફરન્સમાં ચાર ક્લિનિકલ ટ્રાયલનો હવાલો આપયો હતો. તેમાં 2 ટ્રાયલ ચીનમાં, એક રશિયામાં અને એક જાપાનમાં છે. ચીનની સ્ટડીમાં 80 દર્દી લેવામાં આવ્યા હતા, જેમના પર આ દવાની સ્ટડી કરવામાં આવી હતી. સાથે બીજી દવાઓ જેમ કે, Lopinavir પણ એક ગ્રુપને આપવામાં આવી હતી. તુલનાત્મક અભ્યાસમાં સ્પષ્ટ જોવા મળ્યું કે, જે દર્દીઓને ફેબિફ્લૂ આપવામાં આવી રહી હતી, તેમાં વાયરલ લોડ ઝડપથી ઘટ્યું. આ દવાથી દર્દી ઝડપી રિકવર થઈ રહ્યાહતા.

  ચીનની બીજી સ્ટડીમાં 236 દર્દી સામેલ હતા. તેમાં પણ દવાન સારી અસર જોવા મળી. તો જાપાનમાં દર્દીના મોટા ગ્રુપ પર પણ સમાન પરિણામ જોવા મળ્યું. તો, 2141 દર્દી પર દવાની સ્ટડી થઈ. આ તમામ દર્દી માઈલ્ડથી લઈ એવરેજ લક્ષણવાળા હતા.

  આપણી સરકાર પણ દવાને લઈ ટેસ્ટ કરી રહી છે. Council of Scientific and Industrial Research (CSIR)એ એપ્રિલ મહિનામાં જ તેના પર કામ શરૂ કરી દીધુ હતું અને હવે આગળના ટ્રાયલ માટે DGCIથી મંજૂરી પણ મળી ગઈ છે.

  દવાનો એક ખોરાક 200 એમજીનો હશે. પહેલા દિવસે તે 1800 એમજીનો ખોરાક બે ટાઈમ આપવામાં આવશે, ત્યારબાદ 14 દિવસ સુધી 800 એમજીનો ખોરાક બે ટાઈમ આપવામાં આવશે. સામાન્ય સંક્રમણવાળા એવા દર્દી જે ડાયાબિટિસ અથવા હૃદયની બીમારીથી પીડિત છે, તેમને પણ આ દવા આપવામાં આવી શકશે. તો ગંભીર લક્ષણોવાળા દર્દીને ડેક્સામેથાસોનની ખોરાક આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ દવા પહેલાથી જ ગઠિયા, લોહીની બીમારી અને સોજો ઓછો કરવામાં ઉપયોગ થાય છે. સાથે જ એલર્જી અને કેટલાક ચામડીના રોગમાં પણ આપવામાં આવે છે. કોરોનાના મામલે આ દવા પર પણ ટ્રાયલ થઈ રહ્યું છે. તેમાં સામે આવ્યું છે કે, એવા દર્દી જેમનામાં કોરોનાના ગંભીર લક્ષણો છે, અને વેન્ટીલેટર આપવામાં આી રહ્યું છે, તેમાં મોતનો ખતરો ડેક્સામેથાસોનથી 1 તૃતિયાંસ ઓછો કરી શકાય છે, તો જોમને ઓક્સિજન આપવો પડી રહ્યો છે, તેમનામાં મોતનો ખતરો પાંચમા ભાગનો ઘટાડી શકાય છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Coronavirus Vaccine, Covid 19 vaccine, Favipiravir, Symptoms

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन