Coronavirus Update: દેશમાં ઘટી રહ્યો છે કોરોનાનો કહેર, 24 કલાકમાં મળ્યા 10,126 નવા કેસ; 332 દર્દીઓનું મૃત્યુ

કોરોના વાયરસ સંક્રમણના કેસમાં ઘટાડો ચાલુ છે. (Image credit- AP)

Covid update: દેશમાં 1 લાખ 40 હજાર 368 દર્દીઓનો ઈલાજ ચાલુ છે. નવા આંકડા સાથે હવે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 3 કરોડ 43 લાખ ઉપર પહોંચી ચૂકી છે.

  • Share this:
    નવી દિલ્હી. કોરોના વાયરસ (Corona virus) સંક્રમણના કેસમાં ઘટાડો ચાલુ છે. સોમવારે રાહત આપનારા આંકડા સામે આવ્યા. 24 કલાકમાં કોવિડ-19 (Covid-19)ના 10 હજાર 126 નવા કેસ મળ્યા છે. આ દરમિયાન 332 દર્દીઓનું મૃત્યુ થયું છે. હાલમાં દેશમાં 1 લાખ 40 હજાર 638 દર્દીઓની સારવાર ચાલુ છે. નવા આંકડાઓનો સરવાળો કરીને કોરોના સંક્રમિતો(Infected)ની કુલ સખ્યાં 3 કરોડ 43 લાખ 77 હજાર 113 ઉપર પહોંચી ચૂકી છે. બીજી બાજુ, અત્યાર સુધી 4 લાખ 61 હજાર 389 દર્દીનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

    ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ (Zydus Cadila) સોમવારે કહ્યું કે, તેને ભારત સરકાર પાસેથી 265 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતે કોવિડ-19 રસી ઝાયકોવ-ડીની એક કરોડ ડોઝનો ઓર્ડર મળ્યો છે. કંપનીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ કિંમત નક્કી કરવામાં આવી છે. પરંપરાગત સિરીંજના બદલે નીડલ મુક્ત એપ્લીકેટરના માધ્યમથી આપવામાં આવશે. એપ્લીકેટરનું નામ ફાર્માજેટ છે.

    ફાર્મા કંપની તરફથી એક રેગ્યુલારિટી ફાઇલિંગમાં કહેવામાં આવ્યું કે, ઝાયડસ કેડિલાને વિશ્વના પહેલી પ્લાઝ્મિક ડીએનએ રસી ‘ઝાયકોવ-ડી’ની એક કરોડ ડોઝની પૂર્તિ કરવાનો ઓર્ડર ભારત સરકાર તરફથી મળ્યો છે. ડોઝ 265 રૂપિયા પ્રતિના હિસાબે આપવામાં આવશે અને નીડલ મુક્ત એપ્લીકેટર 93 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતે આપવામાં આવશે. જેમાં જીએસટી સામેલ નહીં હોય.

    આ પણ વાંચો: પાકિસ્તાન બાદ હવે ચીને પણ પલટી મારી, અફઘાનિસ્તાન અંગેની NSA કોન્ફરન્સમાં ભાગ નહીં લે

    રાજધાનીમાં એક પણ મોત નહીં

    રાષ્ટ્રની રાજધાનીમાં એક દિવમસાં કોવિડ-19ના 25 કેસિસ આવ્યા અને આ સમયગાળામાં કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. આ દરમિયાન પોઝિટિવિટી દર 0.06 ટકા હતો. સ્વાસ્થ્ય વિભાગે સોમવારે આ જાણકારી આપી. ઓક્ટોબરમાં દિલ્હીમાં સંક્રમણના કારણે માત્ર ચાર મૃત્યુ નોંધાયા હતા, જ્યારે સપ્ટેમ્બરમાં પાંચ લોકોએ વાયરલ બીમારીના કારણે જીવ ખોયો હતો.

    નવેમ્બરમાં શહેરમાં કોવિડથી થયેલા મૃત્યુની કોઈ સૂચના નથી મળી. નવા કેસિસ સાથે શહેરમાં કોરોના વાયરસ સંક્રમણ કેસિસની સંખ્યા વધીને 14, 40, 143 થઈ ગઈ છે. આમાંથી 14.14 લાખથી વધારે દર્દી બીમારીમાંથી બહાર આવી ચૂક્યા છે. મરનારાઓની સંખ્યા 25,091 છે.

    coronavirus update india

    કેરળમાં 5 હજારથી વધારે દર્દી

    કેરળમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમમણના 5404 નવા કેસિસ સામે આવ્યા અને મહામારીથી 80 હજાર દર્દીઓનું મૃત્યુ થયું. તેના પછી કુલ કેસિસ વધીને 50,20,909 થઈ ગયા અને મૃતકોની સંખ્યા 33,978 પર પહોંચી ગઈ. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી કરેલી એક રિલીઝમાં કહેવામાં આવ્યું કે, વર્તમાનમાં કેરળમાં કોવિડ-19ના 71,316 દર્દી સારવાર લઈ રહ્યા છે, જેમાંથી માત્ર 7.2 ટકા દર્દી હોસ્પિટાલમાં ભરતી છે. કોવિડથી પીડિત થયા બાદ રાજ્યમાં અત્યાર સુધી કુલ 49,14,993 લોકો ઠીક થઈ ચૂક્યા છે.

    આ પણ વાંચો: Dengue in Delhi: ડેન્ગ્યુનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 9નાં મોત, દર્દીઓનો આંકડો પહોંચ્યો 2000 નજીક

    તમિલનાડુ, કર્ણાટક અને ગોવામાં શું છે સ્થિતિ

    તમિલનાડુમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 841 નવા દર્દીઓની પુષ્ટિ થઈ. પાડોશી રાજ્ય કર્ણાટકમાં કોવિડના 283 નવા કેસિસ જોવા મળ્યા. ત્યાં જ ગોવામાં 30 નવા દર્દીની પૃષ્ટિ થઈ. તમિલનાડુ અને કર્ણાટકમાં છ દર્દીઓનું સંક્રમણના કારણે મૃત્યુ થયું છે, જ્યારે ગોવામાં બે દર્દીઓએ જીવ ખોયો છે.
    ચેન્નઈમાં સરકારના બુલેટિન મુજબ 937 દર્દી કોરોનામાંથી બહાર આવી ચૂક્યા છે.

    બેંગલુરુમાં સ્વાસ્થ્ય વિભાગના બુલેટિન મુજબ કર્ણાટકમાં કુલ મામલા 29,90,235 થઈ ચૂક્યા છે તથા વાયરસ 38,118 લોકોનો જીવ લઈ ચૂક્યો છે.
    Published by:Nirali Dave
    First published: