Today Covid 19 new cases: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus new cases) 2,71,202 કેસ નોંધાયા છે. શનિવારે આ આંકડો 2,68, 833 હતો. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 15 લાખને વટાવી ગઈ છે, હાલમાં 15,50,377 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના (Omicron in India) કુલ 7,743 કેસ નોંધાયા છે.
આ સાથે, જો આપણે પોઝિટિવિટી દર (Positivity rate) વિશે વાત કરીએ, તો શનિવારની તુલનામાં તેમાં થોડો ઘટાડો થયો છે. જ્યાં શનિવારે પોઝિટિવિટી દર 16.66 ટકા નોંધાયો હતો, તે રવિવારે ઘટીને 16.28 ટકા થયો હતો. સાપ્તાહિક પોઝિટિવિટી દર 13.69% છે. અત્યાર સુધીમાં 70.24 કરોડ કોરોના ટેસ્ટ (Corona test) કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 16,65,404 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કોરોનાથી 314 મોત
રિકવરી રેટની વાત કરીએ તો તે ઘટીને 94.51% પર આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 1,38,331 લોકોએ કોરોના વાયરસને માત આપી છે. અત્યાર સુધીમાં કુલ 3,50,85,721 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 314 મોત નોંધાયા છે.
ઓમિક્રોનના કેસમાં વધારો
કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના કેસમાં 28.17 ટકાનો વધારો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 7,743 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં 2621 કેસ નોંધાયા
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે, ગુજરાતમાં શનિવારે, કોરોના વાયરસના નવા 9177 કેસ નોંધાયા છે. અને સાત દર્દીઓના કોરોનાના કારણે મોત નીપજ્યા છે. તો બીજી તરફ રાજ્યભરમાંથી 5404 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં કોરોનામાંથી સાજા થવાનો દર 92.39 ટકા રહ્યો હતો.
રાજ્યમાં વિવિધ જિલ્લા અને નગરપાલિકાઓમાં કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 2621, સુરત કોર્પોરેશનમાં 2215, વડોદરા કોર્પોરેશનમાં 1211 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 438 કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં 282, ભાવનગર કોર્પોરેશનમાં 250, ગાંધીનગર કોર્પોરેશનમાં 218, વલસાડમાં 201 કેસ નોંધાયા હતા.
નોંધનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રે વિશ્વ આર્થિક સ્થિતિ તેમજ સંભાવના (WESP) 2022 રિપોર્ટમાં કહ્યું છે કે, કોવિડ-19ના અત્યંત ચેપી ઓમિક્રોન વેરિયન્ટના સંક્રમણની નવી લહેરના કારણે મૃતકોની સંખ્યા અને આર્થિક નુકસાનમાં ફરીથી વધારો થવાનું અનુમાન છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે, ‘ભારતમાં ડેલ્ટાના સંક્રમણની એક ઘાતક લહેરે એપ્રિલ અને જૂન વચ્ચે 2,40,000 લોકોનો જીવ લીધો અને આર્થિક વિકાસ અવરાધાયો હતો. નજીકના સમયમાં આ જ પ્રકારની સ્થિતિ આવી શકે છે.’
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર