દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 16,488 કેસ નોંધાયા; કુલ 1.42 કરોડ લોકોને રસી આપવામાં આવી

દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 16,488 કેસ નોંધાયા; કુલ 1.42 કરોડ લોકોને રસી આપવામાં આવી
તસવીર: Shutterstock

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કુલ 113 દર્દીનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસ (Total cases)નો આંકડો 1,10,79,979 થયો છે.

 • Share this:
  નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry)ના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા 16,488 કેસ નોંધાયા છે. બીજી તરફ 12,771 લોકો સાજા થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કુલ 113 દર્દીનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસ (Total cases)નો આંકડો 1,10,79,979 થયો છે. દેશમાં 1,07,63,451 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ દેશમાં 1,59,590 સક્રિય કેસ (Active cases) છે. કોરોનાથી અત્યારસુધી દેશમાં કુલ 1,56,938 લોકોનાં મોત થયા છે.

  ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ વૉરિયર્સને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. પહેલી માર્ચ, 2021થી બીજો તબક્કો પણ શરૂ થશે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યારસુધી કુલ 1,42,42,547 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.  ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા

  રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 460 કેસ નોંધાયા છે. જેની સામે 315 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,408 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.57 ટકા છે. રાજયમાં અત્યારસુધીમાં કુલ 8,20,700 વ્યક્તિઓનું રસીકરણ (corona vaccination)થયું છે. 1,65,538 લોકોને વેક્સીનનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે.

  આ પણ વાંચો: અજીબ ચોરી: ચોરોએ 90 લાખમાં મકાન ખરીદ્યું, ટનલ બનાવી બાજુના મકાનમાંથી 400 કિલો ચાંદી ચોરી લીધી!

  અમદાવાદમાં કેસ વધ્યા

  અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં એકમાં એકાએક વધારો થયો છે. ફરી નવી પાંચ સોસાયટી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમા મૂકાઇ છે. છેલ્લા પાંચ દિવસમાં 21 સોસાયટી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમા મૂકાઇ છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 101, સુરતમાં 74, વડોદરામાં 109, રાજકોટમાં 67, ભાવનગરમાં 13, ગાંધીનગરમાં 10, કચ્છમાં 9, છોટા ઉદેપુર, ખેડા, મહીસાગર, પંચમહાલમાં 6-6 સહિત કુલ 460 કેસ નોંધાયા છે. આજે ડાંગ, અને પાટણ એમ કુલ 2 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.  પહેલી માર્ચથી વેક્સીનનો બીજો તબક્કો

  ભારતમાં સોમવારથી કોરોના વેક્સીન (India Corona Vaccination drive)નો બીજો તબક્કો શરૂ થશે. આ તબક્કામાં 10 કરોડ લોકોને વેક્સીન આપવાનું લક્ષ્ય છે. 1 માર્ચથી 10,000 સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો અને 12,000 ખાનગી કેન્દ્ર પરથી વેક્સીનેશનની કામગીરી શરૂ થશે. આગામી બે દિવસ સુધી સ્વાસ્થ્ય કર્મચારી (Health employees)ઓ અને બીજા સ્ટાફને વેક્સીન લગાવવાની તાલિમ (Training) આપવાનું કામ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 16મી જાન્યુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી.

  આ પણ વાંચો: SBI Mutual Fund IPO: દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કંપની 7,500 કરોડ રૂપિયાનો IPO લાવશે

  સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળેલી માહિતી પ્રમાણે આ શનિવાર તેમજ રવિવારે (27-28 ફેબ્રુઆરી) 'કો-વિન' ડિજિટલ પ્લેટફોર્મને 'કો-વિન 1.0'થી 'કો-વિન 2.0'માં બદલવામાં આવશે. આથી આ બે દિવસ રસીકરણનું આયોજન નહીં કરવામાં આવે. તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને આ અંગે જાણકારી આપી દેવામાં આવી છે.

  60 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવામાં આવશે

  બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમજ કોઈ બીમારીથી પીડિત હોય તેવા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ-19ની રસી આપવામાં આવશે. 45 વર્ષથી વધુ ઉંમરના તેમજ સંવેદનશીલ બીમારીથી પીડિત લોકોને આ તબક્કામાં રસીકરણમાં શામેલ કરાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને બદલાવ અંગે પહેલાથી જ સૂચના આપી દેવામાં આવી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:February 27, 2021, 10:45 am

  ટૉપ ન્યૂઝ