Home /News /national-international /કોરોના હજુ ખતમ થયો નથી, નવો આવનાર વેરિએન્ટ છે ખૂબ ઘાતક, હોસ્પિટલોમાં જામશે દર્દીઓની ભીડ!

કોરોના હજુ ખતમ થયો નથી, નવો આવનાર વેરિએન્ટ છે ખૂબ ઘાતક, હોસ્પિટલોમાં જામશે દર્દીઓની ભીડ!

આ વેરિએન્ટની એન્ટ્રીએ સાબિત કરી દીધું છે કે કોરોનાનો અંત હજુ નજીક નથી. (પ્રતિકાત્મક તસવીર)

coronavirus new variant - કોરોનાના જે પ્રકાર વિશે નિષ્ણાંતો અત્યારે વાતો કરી રહ્યા છે, તે વેરિએન્ટ અત્યાર સુધીનું સૌથી ખતરનાક વેરિએન્ટ પણ હોઈ શકે છે

    ભારતમાં લોકો કોરોના વાયરસથી (coronavirus)ચિંતામુક્ત થઇ ગયા છે. પરંતુ કોરોના વાયરસ સંકટ (coronavirus crisis) હજુ પણ યથાવત છે. મહત્વનું એ છે કે સંકટ હજુ પણ ટળ્યું તો નથી જ પરંતુ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. કોરોનાના જે પ્રકાર વિશે નિષ્ણાંતો અત્યારે વાતો કરી રહ્યા છે, તે વેરિએન્ટ અત્યાર સુધીનું સૌથી ખતરનાક વેરિએન્ટ (corona new variant) પણ હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે કોરોનાના વેરિએન્ટ BA.5એ ફેલાવવાનું શરૂ કરી દીધું છે અને તે પહેલાના વેરિયન્ટ કરતા વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. આ વેરિએન્ટની એન્ટ્રીએ સાબિત કરી દીધું છે કે કોરોનાનો અંત હજુ નજીક નથી.

    Omicronના આ નવા વેરિએન્ટ અંગે CNNમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, Omicronનું સબવેરિએન્ટ યુરોપમાં સતત ફેલાઈ રહ્યું છે અને તેનાથી 25 ટકા કેસ વધી શકે છે. તેમજ કેસોમાં સતત વધારો થવાની સંભાવના છે. એવું કહેવાઈ રહ્યું છે કે ચીન પણ BA.5 ની અસર હેઠળ આવી રહ્યું છે અને સ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં ફરીથી કોરોનાને રોકવા માટે કડક લોકડાઉનનો સહારો લેવામાં આવી શકે છે. આ સાથે તે અમેરિકામાં પણ ચિંતામાં વધારો કરી રહ્યું છે, કારણ કે તે 65 ટકા નવા સંક્રમિતોમાં જોવા મળ્યું છે.

    આ વેરિએન્ટ ફેલાય તો તે કેવી રીતે ખતરનાક બની શકે?

    વ્હાઇટ હાઉસના કોવિડ-19 રિસ્પોન્સ કો-ઓર્ડિનેટર રહી ચૂકેલા ડૉક્ટર આશિષ ઝા એક રિપોર્ટમાં જણાવે છે કે, 'અમે આ વાયરસને ઝડપથી ફેલાતો જોઈ રહ્યા છીએ. અમે તેને પહોંચી વળવા માટે યોજના ઘડી રહ્યા છીએ અને તૈયાર થઇ રહ્યા છીએ. હું અમેરિકાના લોકોને સંદેશ આપવા માંગુ છું કે અમે BA.5 પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ અને સૌથી મહત્વની વાત એ છે કે અમે તેને કેવી રીતે રોકવું તે જાણીએ છીએ.

    આ વેરિએન્ટ કેટલું જોખમી છે?

    જો આપણે આ વેરિયન્ટના આક્રમકતા વિશે ચર્ચા કરીએ, તો સ્ક્રિપ્સ રિસર્ચના કાર્ડિયોલોજિસ્ટ એરિક તોપોને આ વેરિયન્ટને અત્યાર સુધીનું સૌથી ખતરનાક વર્ઝન ગણાવ્યું છે. તેમણે હાલમાં જ એક ન્યૂઝલેટરમાં જણાવ્યું છે કે તે અગાઉના વર્ઝનથી ઘણું અલગ છે અને રોગપ્રતિકારક શક્તિને મારી નાખે છે. તે ખૂબ જ વ્યાપક છે અને તેની ફેલાવાની ક્ષમતા પણ વધારે છે.

    આ પણ વાંચો - વરસાદમાં સામે આવી ડરામણી તસવીર, બે માળની ઇમારત પત્તાની જેમ ધરાશાયી, જુઓ Video

    જાણીએ આ વેરિએન્ટની ખાસ વાતો

    BA.5ની રસી તેમજ અગાઉના ચેપથી મળતી રોગપ્રતિકારક શક્તિની તેના પર અસર થતી નથી, એટલે કે બધું કર્યા પછી પણ લોકો આ પ્રકારના વેરિએન્ટના હુમલાનું જોખમ ધરાવે છે

    પરંતુ, રાહતની વાત એ છે કે આ પ્રકાર વધુ ગંભીર રોગ પેદા કરવામાં સક્ષમ નથી. એટલે કે આનાથી વધુ ડરવાની જરૂર નથી.

    ડોક્ટરોનું કહેવું છે કે BA.5ની અસરને જોતા અંદાજ લગાવી શકાય છે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી શકે છે. પરંતુ સારી વાત એ છે કે આ વેરિઅન્ટમાં ICUમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘણી ઓછી હોય છે, તે બહુ ખતરનાક નથી, પરંતુ તે ચિંતાજનક બાબત ચોક્કસ છે.

    આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે કેટલું ખતરનાક છે, તે યુરોપની પરિસ્થિતિ પરથી જાણી શકાય છે, કારણ કે ત્યાં આઈસીયુના દર્દીઓ ઓછા છે.

    WHOના અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે તેના કારણે યુરોપિયન દેશોમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જોકે, તેમનું કહેવું છે કે ICUમાં દાખલ થયેલા દર્દીઓની સંખ્યા ઓછી છે.
    First published:

    Tags: Covid 19 cases, Omicron Virus, કોરોના મહામારી