કોરોનાની અસર ઘટી રહી છે? મુંબઈમાં નવા કેસોમાં 35%નો ઘટાડો નોંધાયો

News18 Gujarati
Updated: April 16, 2020, 11:37 AM IST
કોરોનાની અસર ઘટી રહી છે? મુંબઈમાં નવા કેસોમાં 35%નો ઘટાડો નોંધાયો
દેશમાં કોરોનાનો દર બીજો કેસ મહારાષ્ટ્રથી આવો રહ્યો છે ત્યારે નવા કેસોમાં ઘટાડાથી આશા બંધાણી

દેશમાં કોરોનાનો દર બીજો કેસ મહારાષ્ટ્રથી આવો રહ્યો છે ત્યારે નવા કેસોમાં ઘટાડાથી આશા બંધાણી

  • Share this:
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ 12 હજારને પાર થઈ ગયા છે. દેશમાં કોરોનાનો દર બીજો કેસ મહારાષ્ટ્ર (Maharashtra)થી આવી રહ્યો છે. અહીં સંક્રમિતો (COVID-19)ની સંખ્યા 2,916 થઈ ગઈ છે પરંતુ આ દરમિયાન એક રાહતના સમાચાર પણ આવી રહ્યા છે. મૂળે, બુધવારે મુંબઈ (Mumbai)માં કોરોના દર્દીઓના નવા કેસોમાં 35% નો ઘટાડો નોંધાયો છે, જે એક સારા સમાચાર છે.

24 કલાકમાં મુંબઈમાં કોરોનાના 140 નવા કેસ સામે આવ્યા અને માત્ર 2 દર્દીઓના મોત થયા. આ દર મુંબઈમાં છેલ્લા 11 દિવસમાં સૌથી ઓછો છે, કારણ કે કોરોનાથી દેશભરમાં સૌથી વધુ મોત મુંબઈમાં થયા છે. બીજી તરફ, દિલ્હી (Delhi)માં બુધવારે કોરોના વાયરસના માત્ર 17 નવા કેસ મળ્યા, જે સમગ્ર એપ્રિલમાં કોઈ પણ દિવસનો સૌથી ઓછો આંકડો હોવાનું કહેવાય છે.

મહારાષ્ટ્રમાં 34% ઓછા દર્દી નોંધાયા

કોરોના વાયરસનો સૌથી વધુ કહેરનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રમાં બુધવારે ઓછા કેસ નોંધાયા. કોવિડ-19ના નવા મામલાઓમાં 34 ટકાનો ઘટાડો જોવા મળ્યો. બુધવારે મહારાષ્ટ્રમાં કુલ 232 નવા કેસ સામે આવ્યા, જે છેલ્લા 6 દિવસમાં સૌથી ઓછા હતા.

મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડાને લઈને શિવસેનાની પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટ કર્યું છે. તેઓએ લખ્યું કે, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં 34 ટકા અને મુંબઈમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો છે. આશા છે કે આ ટ્રેન્ડ આગળ પણ ચાલુ રહેશે.


આ પણ વાંચો, ગરમ દેશોમાં બમણી ગતિએ ફેલાઈ રહ્યો છે કોરોના, ભારત-બ્રાઝિલ બન્યા ઉદાહરણ

દેશમાં હાલ કેટલા લોકો સંક્રમિત છે?

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોનાના અત્યાર સુધી 12,380 કેસ આવી ચૂક્યા છે. તેમાંથી 1489 સાજા થઈ ગયા છે અને 414નાં મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, કોવિડ-19ના કેસોમાં સતત વધારાની વચ્ચે બુધવારે દેશભરમાં કુલ 866 નવા દર્દી સામે આવ્યા. મંગળવારની તુલનામાં આ આંકડો લગભગ 25% ઓછો છે.

આ પણ વાંચો, Corona સાથે જોડાયેલી ખોટી માન્યતાઓ, જેને તમે માની રહ્યા છો હકીકત!
First published: April 16, 2020, 11:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading