Coronavirus: ઇસ્કોન મંદિરમાં સેનેટાઈઝર પૂરૂં થઇ જતા ભક્તોને ગૌમૂત્રથી હાથ ધોવડાવ્યાં

News18 Gujarati
Updated: March 17, 2020, 8:47 AM IST
Coronavirus: ઇસ્કોન મંદિરમાં સેનેટાઈઝર પૂરૂં થઇ જતા ભક્તોને ગૌમૂત્રથી હાથ ધોવડાવ્યાં
ઇસ્કોન મંદિર

  • Share this:
મુંબઈ : ભારતમાં (India) કોરોના વાયરસનાં (coronavirus) કેસો વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમમાં (Maharastra) આ કેસની સંખ્યા વધીને 37 થઇ ગઇ છે. આવી વિકટ પરિસ્થિતિમાં ખબર આવી રહી છે કે, મુંબઇનાં ઇસ્કોન મંદિરમાં (Iscon Temple) ભક્તોનાં હાથ ધોવા માટે સેનેટાઇઝરની (sanitizer) જગ્યાએ ગૌમૂત્ર આપવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મંદિરમાં આલ્કોહોલ યુક્ત સેનિટાઇઝર પુરૂં થઇ જતા ભક્તોને ગૌમૂત્રથી હાથ ધોવડાવ્યાં હતાં.

આ વ્યક્તિએ ટ્વિટર પર આ ઘટના અંગે માહિતી આપી છે. આ ઘટના 15 માર્ચની છે તેવું જણાવવામાં આવ્યું છે. રાજુ નાયર નામના એક વ્યક્તિએ આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, 'આજે મારો મિત્ર મુંબઈ અંધેરીમાં આવેલા ઇસ્કોન મંદિરની અંદર આવેલા ગોવિંદ રેસ્ટોરન્ટમાં લઇ ગયો હતો. સુરક્ષાની તપાસ બાદ તેમણે મને મારો હાથ બતાવવાનું કહ્યું, અને તેની પર કંઇક સ્પ્રે કર્યું. જેની ગંધ ઘણી જ અજીબ હતી. જ્યારે તેમને પૂછ્યું કે આ શું છે, ત્યારે તેમણે કહ્યું ગૌમૂત્ર છે.'
આ પણ વાંચો : કોરોના સામે લડવા માટે PM મોદીએ લોકો પાસે માંગી સલાહ, 1 લાખ રૂ.ના ઇનામની પણ જાહેરાત

રાજુ નાયરે એક ફોટો પણ ટ્વિટ કર્યો છે. તેમણે આગળ સવાલ કર્યો છે કે, તે લોકો કોઇનાં પણ હાથમાં ગૌમૂત્ર કઇ રીતે સ્પ્રે કરી શકે. હું કોઇનાં મૂત્રથી હાથ ધોવા નથી માંગતો. મારી પાસે પોતાનું સેનિટાઇઝર હોય છે. આ મારી આસ્થા અને મૂલ્યો વિરુદ્ધનું છે.

આ પણ વાંચો : સુરત : CoronaVirusની અસરથી STના મુસાફરોને સુરક્ષિત રાખવા ફિનાઇલથી બસો ધોઈ, નાગરિકો પણ સુરક્ષા જાળવે!

સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે ઘણો વિવાદ થયો છે. ઇસ્કોન મંદિરનાં અધિકારીઓનું કહેવું છે કે, હાથ સાફ કરવા માટે આપેલી વસ્તુ સાફ ગૌમૂત્ર એટલે કે ગૌઅર્ક હતું. આમા બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા છે. મંદિરનાં પદાધિકારીઓએ તે પણ જણાવ્યું કે, માત્ર 15 માર્ચનાં રોજ જ અડધા દિવસ માટે આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ વીડિયો પણ  જુઓ
First published: March 17, 2020, 8:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading