Home /News /national-international /COVID-19 : 24 કલાકમાં 1543 કેસ, 684 દર્દી સાજા થયા, 17 જિલ્લામાં 28 દિવસથી કોઈ કેસ નથી

COVID-19 : 24 કલાકમાં 1543 કેસ, 684 દર્દી સાજા થયા, 17 જિલ્લામાં 28 દિવસથી કોઈ કેસ નથી

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને રવિવારે મીડિયાને જાણકારી આપી કે ગત ત્રણ દિવસમાં ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ડબલ થવાનો સમય 13.6 દિવસ થયો છે. જે આ પહેલાના 14 દિવસમાં 11.5ના દરે હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોનાના દર્દીએ આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવી જરુરી છે

    નવી દિલ્લી : સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મંગળવારની દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશના 17 જિલ્લામાં 28 દિવસથી નવો કેસ સામે આવ્યો નથી. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1543 નવા કેસ આવ્યા છે, જેના પછી સંક્રમિતોની સંખ્યા વધીને 29,435 થઈ ગઈ છે. તેમાં 21,632 એક્ટિવ કેસ છે. દેશમાં એક દિવસમાં 684 લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધી દેશમાં કુલ 6868 દર્દી સ્વસ્થ થઈ ગયા છે. જેને લઈને રિકવરી રેશિયો વધીને 23.3 ટકા થઈ ગયો છે. અત્યાર સુધીમાં 934 લોકોના મોત થયા છે.

    કોરોના માટે અત્યાર સુધીમાં કોઈ એપ્રુવ થેરાપી નથી
    સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોનાના દર્દીએ આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવી જરુરી છે. દર્દી ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ કરે. કોરોના વાયરસને લઈને અત્યાર સુધીમાં એપ્રુવ થેરાપી નથી. પ્લાઝ્માં થેરાપીને લઈને પ્રયોગ ચાલી રહ્યા છે. પ્લાઝ્માં થેરાપીથી સ્વસ્થ ન થાય તો જીવ જવાનો ખતરો રહે છે, એના ઉપર પણ રિસર્ચ અને ટ્રાયલ ચાલું છે. એના પર કોઈ દાવો કરવો ખોટો છે.

    આ પણ વાંચો - અમદાવાદના કયા વિસ્તારોને રેડ ઝોન અને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યા?

    સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે પ્લાઝ્મા થેરાપીને અત્યાર સુધીમાં આઈસીએમઆરે એપ્રુવ કરી નથી. આઈસીએમઆરે તેને ફક્ત ટ્રાયલ અને રિસર્ચ તરીકે ઉપયોગ કરવા કહ્યું છે. તેને લઈને અત્યાર સુધીમાં કોઈ પાકી સાબિતી મળી નથી. તેનો ટ્રિટમેન્ટ માટે ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકામાં પણ તેને એક્સપેરિમેન્ટના રુપમાં જ લેવામાં આવી રહ્યું છે.

    સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આઈસીએમઆરે એક નેશનલ સ્ટડીને લોન્ચ કરી છે. જેના દ્વારા પ્લાઝ્માં થેરાપીના પ્રભાવનું અધ્યયન કરવામાં આવશે. જ્યાં સુધી આ અધ્યયન પુરુ નહી થાય ત્યા સુધી આઈસીએમઆર પ્લાઝ્માં થેરાપીને મંજૂરી આપશે નહી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Coronavirus, Health ministry

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन