Corona: લૉકડાઉન 21 દિવસ બાદ પણ ચાલુ રહેશે? મોદી સરકારે આપ્યો આ જવાબ

Corona: લૉકડાઉન 21 દિવસ બાદ પણ ચાલુ રહેશે? મોદી સરકારે આપ્યો આ જવાબ
આ કારણે લૉકડાઉન 21 દિવસ બાદ પણ ચાલુ રહેશે એ વાતને બળ મળ્યું; WHOની ગાઇડલાઇન શું કહે છે?

આ કારણે લૉકડાઉન 21 દિવસ બાદ પણ ચાલુ રહેશે એ વાતને બળ મળ્યું; WHOની ગાઇડલાઇન શું કહે છે?

  • Share this:
    નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના તમામ દેશ હાલ ચીનથી ફેલાયેલા કોરોના વાયરસ (Coronavirus)નો સામનો કરી રહ્યા છે. ભારત (India)માં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દેશમાં 21 દિવસનું લૉકડાઉન (Lockdown) કરી દીધું છે જેથી આ વાયરસને ફેલાવવાથી રોકી શકાય. જોકે, જે રીતે કોરોના સંક્રમિતો (COVID-19)ની સંખ્યા અને મોતનો આંકડા વધી રહ્યા છે, તેનાથી એવી ચર્ચા ચાલી રહી છે કે સરકાર લૉકડાઉનને 21 દિવસથી પણ આગળ વધારી શકે છે. તેનાથી લોકો ચિંતામાં મૂકાયા છે. પરંતુ હવે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે લૉકડાઉનને આગળ લંબાવવાની વાત આધારહીન છે.

    લૉકડાઉનના બીજા દિવસે મોદી સરકારે રાહત પેકેજની જાહેરાત કરી. તેના બીજા દિવસે આરબીઆઈએ પણ ઈએમઆઈ અને લોનને લઈ અનેક મોટી જાહેરાતો કરી, પરંતુ બંનેમાં ત્રણ મહિનાની વાત કૉમન હતી. જે રીતે દરેક યોજનાને આગામી ત્રણ મહિના માટે તૈયાર કરવામાં આવી તેનાથી એ વાતની શક્યતાને બળ મળવા લાગ્યું કે શું આ લૉકડાઉનનું સંકટ 21 દિવસોથી પણ વધી શકે છે. જોકે, સરકારે તેને માત્રે અફવા કરાર કરી છે.





    પ્રેસ ઇર્ન્ફોમેશન બ્યૂરોએ સોમવારે તેની જાણકારી આપી. PIBએ કહ્યું કે, લૉકડાઉનને લંબાવવાની વાત અફવા છે અને મીડિયા રિપોર્ટના આધારે આ વાત કહેવામાં આવી રહી છે. કેબિનેટ સેક્રેટરીએ આ અહેવાલોને ફગાવી દીધા. તેમનું કહેવું છે કે આ અહેવાલોનો કોઈ આધાર નથી.

    કેન્દ્રીય મંત્રીમંડળ સચિવ રાજીવ ગાંબાએ કહ્યું કે, લૉકડાઉનને લંબાવવાના અહેવાલો ચોંકાવનારા છે. અમારો આવો કોઈ પ્લાન નથી.

    શું 21 દિવસનું લૉકડાઉન પૂરતું છે?

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં એનકવાર તેનો ઉલ્લેખ કર્યો છે કે વિશેષજ્ઞોએ કોરોના વાયરસની ચેઇનને તોડવા માટે 21 દિવસ સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની વાત કહી છે. આ કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન લગાવવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, USમાં ઝડપથી વધશે મોતનો આંકડો, એક લાખથી ઓછા રહ્યો તો નસીબદારઃ ડોનાલ્ડ ટ્રમ્પ

    જોકે, જો WHO દ્વારા આપવામાં આવેલા નિવેદનો જોઈએ તો તેમાં કહેવામાં આવ્યું છે કે એ જરૂરી નથી કે લૉકડાઉનથી જ કોરોના વાયરસનો ખતરો ખતમ થઈ જાય છે, તેના માટે તે દર્દીઓની શોધખોળ કરવી અને તેમની સારવાર કરવી જરૂરી છે જે તેનાથી પીડિત છે. સાથોસાથ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટિનમાં રાખવા પણ જરૂરી છે. એવામાં એ પાકા પાયે ન કહી શકાય કે 21 દિવસનું લૉકડાઉન પૂરતું છે.

    આ પણ વાંચો, કોરોનાનો કહેરઃ આ 5 કારણના લીધે ઈટલીમાં મોતનો આંકડો 10 હજારને પાર પહોંચ્યો

     
    First published:March 30, 2020, 11:25 am