કોરોનાએ બદલી કામ કરવાની રીત, સરકારે Work From Homeની ગાઇડલાઇન્સ કરી જાહેર

કોરોનાએ બદલી કામ કરવાની રીત, સરકારે Work From Homeની ગાઇડલાઇન્સ કરી જાહેર
ભારત (India)માં ભલે કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus)ની ઝડપથી ફેલાઇ રહ્યું હોય. પણ દુનિયા (World)ની સામે ભારતની સ્થિતિ બાકીથી સારી છે. ભારતમાં એક લાખની વસ્તી સામે કોરોના વાયરસના ખાલી 7.1 કેસ સામે આવ્યા છે. જ્યારે વૈશ્વિક સ્તર પર આ આંકડો પ્રતિ લાખ 60 દર્દીઓનો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યારસુધી કોરોના વાયરસથી 96,169 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. જ્યારે 3029 લોકોની મોત થઇ ગઇ છે. આ તમામની વચ્ચે ભારતમાં કોરોના સંક્રમિત લોકોના ઠીક થવાનો દર 38.39 ટકા થયો છે.

હાલ સરકારના તમામ 75 મંત્રાલય ઇ ઓફિસ દ્વારા ચાલી રહ્યા છે.

 • Share this:
  કોરોના વાયરસ મહામારી (Coronavirus) નો પ્રકોપ સમાપ્ત થવાનું નામ જ નથી લેતો. આ વચ્ચે આપણું જીવન ખૂબ જ બદલાઇ ગયું છે. આપણી કામકાજ કરવાની રીત પણ બદલાઇ ગઇ છે. પ્રાઇવેટ ઓફિસની સાથે જ ભારત સરકારે પણ અનેક મંત્રાલયને વર્ક ફોર્મ હોમ (Work From Home) કરવાની છૂટ આપી છે. અને તે હાલ આ રીતે જ ચાલી રહ્યા છે. તેવામાં સરકારેની તરફથી વર્ક ફોર્મ હોમ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇન્સ હેઠળ કર્મચારીઓને ઘરથી કામ કરવાના રહેશે.

  સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે સરકારના તમામ 75 મંત્રાલય ઇ ઓફિસ દ્વારા ચાલી રહ્યા છે. હાલ મંત્રાલયોનું લગભગ 80 ટકા કામ આ રીતે જ થશે. આ મુજબ ઇ ઓફિસ હેઠળ તમામ ફાઇલોને મોકલવામાં આવશે. જો કે જે વિભાગના કામ ખૂબ જ સંવેદનશીલ હોય તેને ઇ ઓફિસ દ્વારા ન મોકલવા. વીપીએન અને સુરક્ષિત નેટવર્કની વ્યવસ્થા ડિપ્ટી સેક્રેટરી લેવલ સુધીના અધિકારીઓ માટે કરવામાં આવે.  ગાઇડલાઇન્સ મુજબ તમામ મંત્રાલયો પોતે જ ડેસ્કટૉપ કે લેપટૉપની વ્યવસ્થા કરવી પડશે. જો જરૂર પડે તો તે લૉઝિસ્ટિકની સહાય લઇ શકે છે. તમામ કામની જાણકારી મળતી રહે તે માટે ઇ ઓફિસને એસએમએસ અને ઇ મેલથી જોડવામા આવે. ઘરેથી કામ કરવામાં માટે તમામ ફાઇલો અને ફોલડર્સ ઇ ઓફિસમાં ઉપલબ્ધ હશે. જો એક મંત્રાલય બીજા મંત્રાલયને કોઇ ફાઇલ મોકલવા માંગે છે તો ખાલી ઇ ઓફિસ દ્વારા જ મોકલવામાં આવે.

  આ હેઠળ જો કોઇ ખૂબ જ મહત્વનો મેલ હોય તો તેને ઇ ઓફિસમાં ટ્રાંસફર કરવામાં આવે. જેથી તેનો રેકોર્ડ બની શકે. DOPT મંત્રાલયના કર્મચારીઓને વર્ષમાં 15 દિવસ વર્ક ફોર્મ હોમની સુવિધા મળશે. જે કર્મચારી વર્ક ફોર્મ હોમ કરશે તે ઓફિસના ટાઇમિંગ મુજબ ફોન પર ઉપલબ્ધ રહેશે. જે અધિકારી ઘરેથી કામ કરશે તે માટે સંબંધિત મંત્રાલય ટેક્નિકલ હેલ્પ ડેસ્ક તૈયાર કરશે. તમામ મીટિંગની વ્યવસ્થા વીડિયો કોન્ફેસિંગ લિંક દ્વારા કરવામાં આવશે. તમામ કર્મચારીઓએ ઇ ઓફિસ સંબંધિત ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.
  First published:May 14, 2020, 18:21 pm

  टॉप स्टोरीज