સન ફાર્માએ લોન્ચ કરી Coronaની દવા FluGuard, કિંમત માત્ર 35 રૂપિયા

News18 Gujarati
Updated: August 4, 2020, 5:11 PM IST
સન ફાર્માએ લોન્ચ કરી Coronaની દવા FluGuard, કિંમત માત્ર 35 રૂપિયા
પ્રતિકાત્મક તસવીર

ક્લિનિકલ ટ્રાયલમાં ફેવીપિરાવિરથી સારૂ પરિણામ મળ્યું છે. ઓછા અને મધ્યમ સ્તરના સંક્રમણની સારવારમાં આ દવા કારગર સાબિત થઈ છે.

  • Share this:
નવી દિલ્હી : ભારતની મોટી દવા કંપની સન ફાર્માએ હલવાથી મધ્યમ કોવિડ-19 લક્ષણ ધરાવતા દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી જેનેરિક દવા ફેવિપિરાવિરને ભારતમાં બ્રેંડ નેમ 'ફ્લૂગાર્ડ' હેઠળ લોન્ચ કરી દેવામાં આવી છે. કંપનીએ એક ગોળીની કિંમત 35 રૂપિયા નક્કી કરી છે.

તમને જણાવી દઈએ કે, એવિફવિરને સામાન્ય રીતે ફેવિપિરાવિરના નામથી ઓળખવામાં આવે છે. આ દવા પહેલી વખત 1990માં જાપાનની એક કંપનીએ બનાવી હતી. રશિયાનું કહેવું છે કે, તેમના વૈજ્ઞાનિકોએ આ દવામાં થોડુ મોડિફિકેશન કર્યું છે. આ સાથે જ રશિયાએ કહ્યું કે, આગામી બે અઠવાડીયામાં તે પૂરી જાણકારી સાર્વજનિક કરશે કે, વૈજ્ઞાનિકોએ આ દવામાં શું શું ફેરફાર કર્યા છે.

સિપ્લા પણ ટૂંક સમયમાં લોન્ચ કરશે કોરોનાની દવા

દવા કંપની હેટેરોએ ગત અઠવાડીએ એન્ટીવાયરલ દવા ફેવિપિરાવીરને ભારતમાં બેન્ડ નામ ફેવિવિર હેઠળ લોન્ચ કરી. કંપનીએ એક ગોળીની કિંમત 59 રૂપિયા રાખી છે. આ સિવાય સિપ્લા પણ ટૂંક સમયમાં આ દવા લોન્ચ કરવાની તૈયારીમાં છે. તમને જણાવી દઈએ કે, મૂળ રૂપથી જાપાનની કંપની ફુજી ફાર્માએ આ દવા તૈયાર કરી છે.

આ પણ વાંચોહેલ્થ વર્કર્સને મળશે Corona વેક્સીનનો પહેલો ડોઝ? સરકાર કરશે અંતિમ નિર્ણય

ક્લિનિકલ ટ્રાયલમાં ફેવીપિરાવિરથી સારૂ પરિણામ મળ્યું છે. ઓછા અને મધ્યમ સ્તરના સંક્રમણની સારવારમાં આ દવા કારગર સાબિત થઈ છે. સીએસઆઈઆરે દેશમાં ઉપલબ્ધ કેમિકલ્સનો ઉપયોગ કરી આ દવા માટે એક્ટિવ ફર્માસ્યુટિકલ ઈનગ્રેડિએન્ટ (એપીઆઈ) તૈયાર કર્યું. પછી તેે આ દવાના ઉત્પાદનનું કામ સિપ્લાને આપ્યું.આ પણ વાંચોCoronavirus: વેક્સીન આવે તે પહેલા જ શું ભારતમાં તૈયાર થઈ ચુકી હશે હર્ડ ઈમ્યુનિટી?

મીડિયા રિપોર્ટ અનુસાર, સીએસઆઈઆર એટલે કે કાઉન્સિલ ઓપ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચે ઓછા ખર્ચમાં આ દવા તૈયાર કરી છે. સિપ્લાને ડીસીજીઆઈથી આ દવા લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. ભારતમાં સિપ્લા આ દવાને 'સિપ્લેન્ઝા' બ્રાન્ડ નામથી લોન્ચ કરશે. આ ઓગસ્ટના પ્રથમ અઠવાડીયામાં બજારમાં આવી જશે. આ દવાની એક ટેબલેટની કિંમત 68 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
Published by: kiran mehta
First published: August 4, 2020, 4:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading