કોવિડ હોસ્પિટલમાં CAની પરીક્ષાની તૈયારી કરતા દર્દીની તસવીર વાયરલ, લોકોએ ધગશની કરી સલામ

કોવિડ હોસ્પિટલમાં CAની પરીક્ષાની તૈયારી કરતા દર્દીની તસવીર વાયરલ, લોકોએ ધગશની કરી સલામ

ભયાનક મહામારી વચ્ચે એક વિદ્યાર્થીના ડેડિકેશનને જોઈને આઈએએસ અધિકારી તેની પ્રશંસા કર્યા વગર રહી શક્યા ન હતા

  • Share this:
    નવી દિલ્હી : ઘણા એવા ઓછા લોકો હોય છે જે લક્ષ્યને મેળવવા માટે પોતાના દર્દને ભુલાવે દેશે. કોરોના વાયરસ (Coronavirus) સંક્રમિત થયા પછી એક વ્યક્તિ કોવિડ હોસ્પિટલમાં બેડ પર પુસ્તક, કોપી અને કેલક્યુલેટર સાથે અભ્યાસ કરતો જોવા મળે છે. આ તસવીર બુધવારે ટ્વિટર પર વાયરલ થઇ છે.

    2013 બેન્ચના આઈએએસ ઓફિસર વિજય કુલંગેના (Vijay Kulange)મતે કોરોના સંક્રમિત દર્દી ચાર્ટર્ડ એકાઉન્ટની (CA) પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. તસવીર વાયરલ થયા પછી ઘણા લોકોએ આ વ્યક્તિના ડેડિકેશનની પ્રશંસા કરી અને તેને કારકિર્દીમાં શુભકામના પાઠવી છે. આ તસવીરને આઈએએસ ઓફિસર વિજય કુલંગે ટ્વિટર પર પોસ્ટ કરી હતી. કુલંગે 2013ની બેન્ચના ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી છે. કુલંગે વર્તમાનમાં ઓરિસ્સાના ગંજામ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર છે.

    આ પણ વાંચો - અમદાવાદ : બ્લેકમાં રેમડેસિવીર ઈન્જેકશન લેતા પહેલા ચેતી જજો, વ્યક્તિનું મોત પણ થઈ શકે છે, જાણો કેમ

    આ તસવીરને આઈએએસ ઓફિસર વિજય કુલંગે ટ્વિટર પર પોસ્ટ કરી


    તેમણે ટ્વિટર પર લખ્યું કે એક કોવિડ હોસ્પિટલની મુલાકાત દરમિયાન આ વ્યક્તિ સાથે ભેટ થઈ હતી. ભયાનક મહામારી વચ્ચે એક વિદ્યાર્થીના ડેડિકેશનને જોઈને આઈએએસ અધિકારી તેની પ્રશંસા કર્યા વગર રહી શક્યા ન હતા. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ કહાની શેર કરી હતી. આ વિશે કુલંગે કહ્યું કે સફળતાનો કોઇ સંયોગ નથી પણ માટે ડેડિકેશનની જરૂર હોય છે. જો ડેડિકેશન કોઈ દર્દને ભૂલાવી દે તો સફળતા તેના માટે ફક્ત ઔપચારિકતા છે.

    વિજય કુલંગેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 39.839.8K લોકોએ લાઇક કરી છે, જ્યારે 5.9Kથી વધારે રીટ્વિટ કરી છે. ઘણા લોકોએ પરીક્ષાની તૈયારી કરી રહેલા વ્યક્તિની પ્રશંસા કરી છે.
    Published by:Ashish Goyal
    First published: