Unlock-3માં ખુલી શકે છે સિનેમા હૉલ, જિમને પણ મળી શકે છે મંજૂરી

પ્રતીકાત્મક તસવીર

અનલૉક-3માં સિનેમા હૉલ સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે ખોલવામાં આવી શકે છે, ગૃહ મંત્રાલય લેશે નિર્ણય

  • Share this:
    અનૂપ ગુપ્તા, નવી દિલ્હીઃ અનલૉક-3 (Unlock-3) માટે એસઓપી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અનલૉક-3માં સિનેમા હૉલ (Cinema Hall) સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)ની સાથે ખોલવામાં આવી શકે છે. સૂચના પ્રસારણ મંત્રાલયે 1 ઓગસ્ટથી સિનેમા હૉલ ખોલવાનો પ્રસ્તાવ ગૃહ મંત્રાલયને મોકલ્યો છે. સૂચના મંત્રાલયની સિનેમા હૉલ માલિકો સાથે થોડા દિવસો પહેલા ચર્ચા થઈ છે. લગભગ 4 મહિનાથી સિનેમા હૉલ સતત બંધ છે. તેનાથી સિનેમા હૉલ માલિકોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે.

    જોકે, અનલૉક 1 અને 2માં અનેક પ્રકારની ગતિવિધિઓને ખોલવામાં આવી છે. બજાર, રેસ્ટોરાં અને મૉલ કેટલાક નિયમો સાથે ખોલવામાં આવ્યા છે. એવામાં સિનેમા હૉલ માલિકોએ સરકારની સામે પોતાની માંગ રજૂ કરી છે કે કેટલીક શરતો અને નિયમોની સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવે.

    50 ટકા દર્શકો સાથે ખુલશે થિયેટર

    સિનેમા હૉલ માલિક 50 ટકા દર્શકોની સાથે થિયેટર શરૂ કરવાના પક્ષમાં છે. જોકે, મંત્રાલયનું માનવું છે કે શરૂઆતમાં 25 ટકા સીટ સાથે સિનેમા હૉલ ખોલવામાં આવે અને નિયમોનું કડકાઈથી પાલન થાય. સિનેમા હૉલ માલિકોની સાથે ચર્ચાની પ્રપોઝલને સૂચના મંત્રાલયે ગૃહ મંત્રાલયને મોકલી દીધી છે. જોકે, અંતિમ નિર્ણય ગૃહ મંત્રાલયે લેવાનો છે.

    આ પણ વાંચો, Unlock 3: શું સ્કૂલ અને મેટ્રો ટ્રેન ફરીથી શરૂ કરવાની મંજૂરી મળશે? કેન્દ્ર સરકાર કરી રહી છે ચર્ચા

    સિનેમા હૉલની સાથે જિમ્સ પણ ખોલવાનું પ્રપોઝલ ગૃહ મંત્રાલયની પાસે છે. શક્યતા છે કે જે રીતે સતત દિનચર્યાને સામાન્ય કરવામાં આવી રહી છે, તેવામાં કેટલીક શરતો અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની સાથે દેશભરમાં જિમ ખોલવાની મંજૂરી આ અનલૉક-3માં આપવામાં આવી શકે છે.

    આ પણ વાંચો, મન કી બાતમાં PM મોદીએ કહ્યું, દેશમાં કોરોનાનો ખતરો ટળ્યો નથી, વધુ સતર્કતાની જરૂર

    રાજ્યોને મળી શકે છે કેટલીક છૂટ : સિનેમા હૉલ અને જિમ ઉપરાંત અનલૉક-3માં કેટલીક વધુ છૂટ રાજ્યોને મળી શકે છે. જોકે, સૂત્રોનું માનીએ તો સકૂલ અને મેટ્રો હજુ ખોલવામાં નહીં આવે. 31 જુલાઈએ અનલૉક-2 ખતમ થવા જઈ રહ્યું છે અને 31 જુલાઈ સુધી ગૃહ મંત્રાલય તરફથી અનલૉક-3ની ગાઇડલાઇન જાહેર કરી દેવામાં આવશે.
    Published by:Mrunal Bhojak
    First published: