COVID-19ના કારણે કામ ઠપ, સેક્સ વર્કર્સને સતાવી રહ્યો છે ભૂખમરાનો ડર

News18 Gujarati
Updated: March 29, 2020, 1:59 PM IST
COVID-19ના કારણે કામ ઠપ, સેક્સ વર્કર્સને સતાવી રહ્યો છે ભૂખમરાનો ડર
એશિયાના સૌથી મોટા રેડ લાઇટ એરિયાની હજારો સેક્સ વર્કર્સને પેટે પાટા બાંધવાનો વારો આવ્યો

એશિયાના સૌથી મોટા રેડ લાઇટ એરિયાની હજારો સેક્સ વર્કર્સને પેટે પાટા બાંધવાનો વારો આવ્યો

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશના તમામ મૉલ, મલ્ટીપ્લેક્સ, મોટા બજારો બંધ છે. એક તરફ લોકોને પોતાના મોતનો ડર સતાવી રહ્યો છે તો બીજી તરફ, એશિયાનું સૌથી મોટો રેડ લાઇટ એરિયા ઉત્તર કોલકાતાના સોનાગાછીની એક લાખથી વધુ સેક્સ વર્કર્સના ભવિષ્ય પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ રહ્યા છે અને તેમને ભૂખમરાનો ડર સતાવી રહ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે કોરોના વાયરસના કારણે તેમનો ધંધો ઠપ થઈ ગયો છે.

રાજ્યના સેક્સ વર્કર સંગઠન દરબાર મહિલા સમન્વય સમિતિ સરકાર સાથે વાતચીત કરી રહી છે કે તેમને અસંગઠિત ક્ષેત્રના કારીગરો ગણવામાં આવે જેથી તેમને નિશુલ્ક રેશન મળી શકે. આ સંગઠનમાં 1,30,000થસી વધુ રજિસ્ટર્ડ સભ્ય છે.

રાજ્ય સરકાર આપશે મફત રેશન!

એક વરિષ્ઠ મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર નિશુલ્ક રેશન સેક્સ વર્કરને આપવાનું વિચારી રહી છે. દરબારની એક પદાધિકારી મહાશ્વેતા મુખર્જીએ કહ્યું કે, છેલ્લા પાંચ દિવસથી અમે રાજ્યના વિભિન્ન હિસ્સાઓથી મુશ્કેલીવાળા ફોન આવી રહ્યા છે. સેક્સ વર્કર્સ ભૂખમરાની આશંકાથી તેમને બચાવવા માટે કંઈક કરવા માટે કહી રહી છે. મોટાભાગની સેક્સ વર્કર્સની પાસે કરિયાણાનું ખરીદવાના પૈસા નથી કારણ કે કોરોના વાયરસના કારણે છેલ્લા 20-21 દિવસથી તેમનું કામ ઠપ પડ્યું છે.

એઇડ્સ વિરુદ્ધની લડાઈમાં નિભાવી હતી મહત્વપૂર્ણ ભૂમિકા

મુખર્જીએ કહ્યું કે, એઇડ્સ વિરુદ્ધની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારી સોનાગાછીની સેક્સ વર્કર્સ માટે એ જોવું દુખદ છે કે હવે તેઓ આ મહામારી દરમિયાન આટલી ગંભીર સ્થિતિનો સામનો કરી રહી છે. એક એનજીઓ સોનાગાછી રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટ (એસઆરટીઆઈ)એ કહ્યું કે દરબારે આ લોકોની મદદ માટે રણનીતિ બનાવી છે.આ પણ વાંચો, Google પર ભૂલથી પણ Search ન કરતાં કોરોનાથી જોડાયેલી આ 5 વાતો, મુશ્કેલીમાં મૂકાશો

મહિલા અને સામાજિક કલ્યાણ મંત્રી સાથે કરી વાતચીત

એનજીઓના પ્રબંધ નિદેશક સમરજીત જાનાએ પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સૌથી પહેલા અમે મહિલા અને સામાજિક કલ્યાણ મંત્રી શશિ પંજાને એ સુનિશ્ચિત કરવાનો અનુરોધ કર્યો છે કે અસંગઠિત ક્ષેત્રને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવનરા લાભ સેક્સ વર્કર્સને પણ મળે. બીજું અમે મકાન માલિકોને આ મહિનાનું ભાડું માફ કરવા માટે વાત કરી છે. ત્રીજું અમે મદદ માટે અનકે જાણીતી હસ્તીઓ અને એનજીઓને પત્ર લખી રહ્યા છીએ.

સોનાગાછીની 30,000થી વધુ સેક્સ વર્કર્સ ભાડાના મકાનમાં રહે છે અને તેનું ભાડું દર મહિને પાંચથી છ હજાર રૂપિયા સુધીનું હોય છે.

આ પણ વાંચો, લોકોને જાગૃત કરવા પોલીસે અપનાવી અનોખી યુક્તિ, પહેરી ‘કોરોના હેલ્મેટ’
First published: March 29, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading