મુજફ્ફરનગરઃ બસ નીચે કચડાતાં 6 પ્રવાસી શ્રમિકોનાં મોત, પંજાબથી પગપાળા બિહાર જઈ રહ્યા હતા

બસ ડ્રાઇવર ‘યમદૂત’ બનતાં પ્રવાસી શ્રમિકોની ઘરે પરત જવાની ઈચ્છા અધૂરી રહી ગઈ

બસ ડ્રાઇવર ‘યમદૂત’ બનતાં પ્રવાસી શ્રમિકોની ઘરે પરત જવાની ઈચ્છા અધૂરી રહી ગઈ

 • Share this:
  મુજફ્ફરનગરઃ ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર-સહારનપુર સ્ટેટ હાઈવે પર બુધવાર રાત્રે મોટી દુઘર્ટના બની છે. રાત્રે લગભગ એક વાગ્યે 8 પ્રવાસી શ્રમિકો (Migrant Workers)ને એક રોડવેઝ બસે કચડી નાખ્યા. આ તમામ શ્રમિક પંજાબથી પગપાળા બિહાર જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 6 શ્રમિકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં, જ્યારે બાકી ગંભીર રીતે ઘાયલ છે. તેમને મેરઠ મેડિકલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, બિહારમાં ગોપાલગંજ જિલ્લાના રહેવાસી કેટલાક શ્રમિક પંજાબથી પગપાળા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દુર્ઘટના મુજફ્ફરનગરના ઘલૌલી ચેકપોસ્ટથી આગળ રોહાના ટોલ પ્લાઝાની પાસે બની. સિટી પોલીસ સ્ટેશન પ્રભારી અનિલ કપરવાને 6 શ્રમિકોનાં મોતની પુષ્ટિ કરી છે.

  આ પણ વાંચો, કોરોના પોઝિટિવ આર્મી જવાને હૉસ્પિટલમાં કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખી વ્યથા

  પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોમાં હરક સિંહ (51), તેમનો દીકરો વિકાસ (22), ગુડ્ડુ (18), વસુદેવ (22), હરીશ (28) અને વિરેન્દ્ર (28) સામેલ છે. પોલીસે આ તમામ લોકોનાં પરિવારને સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે વધુમાં જણાવ્યું કે, દુર્ઘટના બાદ બસનો ડ્રાઇવર ઘટાસ્થળેથી ફરાર થઈ ગયો છે અને તેની શોધખોળ ચાલી રહી છે. ઘાયલ શ્રમિકોની સારવાર ચાલી રહી છે.

  પોલીસ અધિકારી કપરવાન મુજબ, બસમાં કોઈ મુસાફરો સવાર નહોતા. હાલ કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન નથી ચાલી રહ્યું, તેથી શક્ય છે કે આ બસ રેસ્કયૂ ઓપરેશનનો હિસ્સો હોય અને લોકોને ઉતારીને આવી રહી હોય. અમે તેના ડ્રાઇવરને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

  આ પણ વાંચો, ન્યૂયોર્કના દરિયાકાંઠે મળ્યો અજીબ જીવ જેની પૂંછડી પર હતા દાંત


  Published by:Mrunal Bhojak
  First published: