દિલ્હીના કન્ટેનમેન્ટ ઝોનમાં દરેક ઘરનો થશે સર્વે, કોરોના દર્દીઓ માટે કેન્દ્ર આપશે 500 રેલવે કોચઃ અમિત શાહ

News18 Gujarati
Updated: June 14, 2020, 2:12 PM IST
દિલ્હીના કન્ટેનમેન્ટ ઝોનમાં દરેક ઘરનો થશે સર્વે, કોરોના દર્દીઓ માટે કેન્દ્ર આપશે 500 રેલવે કોચઃ અમિત શાહ
ગૃહ મંત્રીએ કહ્યું કે, દિલ્હીમાં કોરોના સંક્રમણને રોકવા માટે આગામી બે દિવસમાં કોરોનાના ટેસ્ટિંગને વધારીને બે ગણું કરી દેવાશે

ગૃહ મંત્રીએ કહ્યું કે, દિલ્હીમાં કોરોના સંક્રમણને રોકવા માટે આગામી બે દિવસમાં કોરોનાના ટેસ્ટિંગને વધારીને બે ગણું કરી દેવાશે

  • Share this:
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ (Coronavirus)ના સતત વધી રહેલા કેસોની સ્થિતિ ખરાબ થઈ રહી છે. રાજધાનીમાં વધતા સંક્રમણ (Covid-19 Infection)ને લઈ રવિવારે ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સહિત વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી. મીટિંગ બાદ અમિત શાહે કહ્યું કે, દિલ્હીના કન્ટેનમેન્ટ ઝોનમાં કૉનટેક્ટ મેપિંગ સારી રીતે થઈ શકે, તેના માટે ઘરે-ઘરે જઈને દરેક વ્યક્તિનો વ્યાપક સ્વાસ્થ્ય સર્વે કરવામાં આવશે. જેનો રિપોર્ટ એક મહિનામાં આવી જશે. સાથોસાથ સારી રીતે મોનિટરિંગ થઈ શકે તેના માટે ત્યાં દરેક વ્યક્તિના મોબાઇલમાં આરોગ્ય સેતૂ એપ ડાઉનલોડ કરાવવામાં આવશે. આ મીટિંગમાં દિલ્હીમાં ફરી લૉકડાઉન લાગુ કરવા પર હાલ કોઈ નિર્ણય નથી લેવાયો.

બેઠકમાં અમિત શાહે કહ્યું કે, દિલ્હીમાં કોરોનાથી સંક્રમિત દર્દી માટે બેડની ઘટને જોતાં કેન્દ્રની મોદી સરકારે તાત્કાલીક 500 રેલવે કોચ દિલ્હીને આપવાનો નિર્ણય લીધો છે. આ રેલવે કોચથી દિલ્હીમાં 8000 બેડ બનશે, ઉપરાંત આ કોચ કોરોના સંક્રમણથી લડવા માટે તમામ સુવિધાઓથી સજ્જ હશે.

આ પણ વાંચો, પરિજનોએ કોરોનાનો ભોગ બનેલી મહિલાના કર્યા અંતિમ સંસ્કાર, 19 લોકો થયા સંક્રમિત

ગૃહ મંત્રીએ જાણકારી આપી કે દિલ્હીમાં કોરોના સંક્રમણને રોકવા માટે આગામી બે દિવસમાં કોરોનાના ટેસ્ટિંગને વધારીને બે ગણું કરી દેવાશે. 6 દિવસ બાદ ટેસ્ટિંગને વધારીને ત્રણ ગણું કરી દેવાશે. સાથોસાથ થોડા દિવસ બાદ કન્ટેનમેન્ટ ઝોનમાં દરેક પોલિંગ સ્ટેશન પર ટેસ્ટિંગની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવશે.

અમિત શાહે વધુમાં કહ્યું કે, દિલ્હીની ખાનગી હૉસ્પિટલોમાં કોરોના સંક્રમણની સારવાર માટે ખાનગી હૉસ્પિટલોના કોરોના બેડમાંથી 60% બેડ ઓછા દરે ઉપલબ્ધ કરાવે, કોરોના સારવાર અને કોરોનાના ટેસ્ટિંગ દર નક્કી કરવા માટે ડૉ. પૉલની અધ્યક્ષતા માં એક કમિટી બનાવવામાં આવી છે, જે સોમવાર સુધી પોતાનો રિપોર્ટ આપશે.

આ દરમિયાન, ગૃહ મંત્રાલયે કહ્યું છે કે કોરોનાથી ભારત પૂરી મજબૂતી સાથે લડી રહ્યું છે. આ સંક્રમણથી પોતાનો જીવ ગુમાવનારા લોકો માટે સરકાર દુઃખી પણ છે અને તેમના પરિજનો પ્રતિ સંવેદનશીલ પણ છે. સરકારે અંતિમ સંસ્કાર માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી અંતિમ સંસ્કારની પ્રતીક્ષા અવધિ ઓછી થઈ શકે.

અમિત શાહે કહ્યું કે, ભારત સરકારે દિલ્હી સરકારને આ મહામારીથી લડવા માટે આવશ્યક સંસાધન જેમ કે ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર, પલ્સ ઓક્સીમીટર તથા અન્ય તમામ આવશ્યક વસ્તુઓ પૂરી પાડવા માટે આશ્વસ્ત કર્યા છે.

આ પણ વાંચો, કોરોનાએ ફરી રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં 11,929 નવા કેસ, 311 દર્દીનાં મોત
First published: June 14, 2020, 2:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading