ખેડૂતો માટે ખુશખબરી! સરકારે લોન્ચ કર્યું નવું પોર્ટલ, જીવન બનશે સરળ

સરકારે ખેડૂતો માટે લોન્ચ કર્યું નવું પોર્ટલ

એફપીઓ પોતાની ઉપજને એપીએમસીમાં લાવ્યા વગર પોતાના સંગ્રહ કેન્દ્રથી જ પોતાની ઉપજનો વ્યાપાર કરી શકશે.

 • Share this:
  નવી દિલ્હી : સરકારે ઈલેક્ટ્રોનિક કૃષિ બજાર મંચ (ઈ નામ)માં નવી સુવિધાની શરૂઆત કરી છે. જેનાથી ખેડૂત ઉત્પાદક સંગઠનો(એફપીઓ)ના ગોદામની સાથે-સાથે સંગ્રહ કેન્દ્રોથી પણ સીધો વ્યાપાર થઈ શકે. સરકારે કોરોના વાયરસના ખતરા વચ્ચે જથ્થાબંધ બજારોમાં ભીડ-ભાડ ઓછી કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો હેઠળ આ પગલું ભરવામાં આવ્યું છે.

  એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતો દ્વારા કૃષિ ઉપજની વિપણનની વ્યવસ્થાને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય કૃષિ બજાર (ઈ-એનએએમ) પ્લેટફોર્મ પર બે નવી વિશેષતાઓને જોડી છે, જે ખેડૂતોને તેમની ઉપજને વેચવા માટે શારીરિક રીતે જથ્થાબંધ બજારોમાં જવાની જરૂરત પડે છે, તે ખતમ કરી દેશે. આ એવા સમયે શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે કોવિડ-19 વિરુદ્ધ પ્રભાવી રીતે લડવા માટે માર્કેટયાર્ડમાં ભીડભાડને ઓછી કરવી ખુબ આવશ્યકતા છે.

  ઈ-નામ સોફ્ટવેરમાં પહેલા, વેરહાઉસ-આધારિત ટ્રેડિંગ મોડ્યૂલ ઈ-એનડબલ્યૂઆર (ઈલેક્ટોનિક વેપાર લેવડ-દેવડ યોગ્ય ભંડારગૃહની રસીદ) ગોદામોથી વ્યાપારની સુવિધા પ્રદાન કરશે. બીજુ ઈ-નામમાં એફપીઓ ટ્રેડિંગ મોડ્યૂલ છે જ્યાં એફપીઓ પોતાની ઉપજને એપીએમસીમાં લાવ્યા વગર પોતાના સંગ્રહ કેન્દ્રથી જ પોતાની ઉપજનો વ્યાપાર કરી શકશે.

  આ અવસર પર તોમરે કહ્યું કે, ઈ-નામને 14 એપ્રિલ 2016થી પૂરા ભારત માટે ઈલેક્ટ્રોનિક ટ્રેડ પોર્ટલ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. જેનાથી રાજ્યોના એપીએમસીને જોડવામાં આવ્યા હતા. પહેલાથી જ 16 રાજ્યોમાં 585 માર્કેટયાર્ડ અને બે કેન્દ્રશાસિત પ્રદેશ ઈ-નામ પોર્ટલ પર પરસ્પર જોડવામાં આવેલા છે.

  તેમણે એ પણ કહ્યું કે, અન્ય 415 માર્કેટયાર્ડને કવર કરવા માટે ટુંક સમયમાં ઈ-નામનો વિસ્તાર કરવામાં આવશે. તેનાથી ઈ-નામ માર્કેટયાર્ડની કુલ સંખ્યા 1000 થઈ જશે. તોમરે કહ્યું કે, ઈ-નામ સંપર્ક રહિત દૂરસ્થ બોલી અને મોબાઈલ-આધારિત ચૂકવણીની પ્રણાલીની સુવિધા પ્રદાન કરે છે.
  Published by:kiran mehta
  First published: