નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી (Covid-19 Pandemic)ના કારણે લાગુ લૉકડાઉન (Lockdown)નો આજે 27મો દિવસ છે. કેન્દ્ર સરકારે આજે લૉકડાઉન હેઠળ કેટલીક શરતોની સાથે મર્યાદિત છૂટ આપી છે. જોકે, કેરળ (Kerala) સરકારે ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન (Lockdown Guideline)ની બહાર જઈને રાજ્યમાં કેટલીક વધારાની છૂટ આપવાની જાહેરાત કરી છે, જે બાબતે હવે રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેની પર આપત્તિ જાહેર કરતાં કેરળ સહિત બાકી રાજ્યોને ગાઇડલાઇનનું ઉલ્લંઘન ન કરવા નિર્દેશ આપ્યા છે.
કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે કોરોના વાયરસના પ્રકોપને નિયંત્રિત કરવા માટે દેશવ્યાપી લૉકડાઉનને ગૃહ મંત્રાલય તરફથી જાહેર ગાઇડલાઇન્સને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ નબળી ન કરી શકે. રાજ્ય દેશવ્યાપી લૉકડાઉનની અવધિ દરમિયાન પોતાના હિસાબથી ગતિવિધિઓને મંજૂરી ન આપી શકે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું છે કે માત્ર એ જ ગતિવિધિઓ/સેવાઓના સંચાલનની મંજૂરી આપી શકાય છે, જેની મંજૂરી કેન્દ્ર સરકારે પોતાના દિશા-નિર્દેશોમાં આપી છે. તેઓએ કહ્યું કે, કેટલાક રાજ્યોએ પોતાની મેળે આર્થિક ગતિવિધિઓની પોતાની યાદી બનાવી અને આજથી COVID-19ના લૉકડાઉન પ્રતિબંધોમાં છૂટની જાહેરાત કરી છે. સરકારે સ્પષ્ટ કહ્યું કે તેની મંજૂરી નથી.
આ પણ વાંચો, મહારાષ્ટ્રઃ સુરત આવી રહેલાં સાધુઓનું પાલઘરમાં મૉબ લિન્ચિંગ, 110 લોકોની ધરપકડ
કેન્દ્રીય ગૃહ સચિવે આ સંબંધમાં સુપ્રીમ કોર્ટ તરફથી ગત મહિને જાહેર કરવામાં આવેલા નિર્દેશનો પણ ઉલ્લેખ કર્યો. ગૃહ મંત્રાલયે કહ્યું કે, એવું ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ આદેશ જાહેર કરીને તે ગતિવિધિઓને મંજૂરી આપી છે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં સામેલ નથી. આવી કરીને તેઓ સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન પણ કરી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બાદમાં કહ્યું કે, હું ફરીથી આપને અનુરોધ કરીશ કે સંશોધિત ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે. તમામ રાજ્ય ગાઇડલાઇનનું સખ્તાઇથી લાગુ કરે. લૉકડાઉનનું કડકાઈથી પાલન સુનિશ્ચિત કરવામાં આવે.
નોંધનીય છે કે, સરકારની ફટકાર બાદ કેરળના મંત્રી કડકમ્પલ્લી સુરેન્દ્રએ આ મામલામાં સ્પ્ષ્ટતા કરી છે. તેઓએ કહ્યું કે અમને કેન્દ્ર દ્વારા જાહેર નિર્દેશોનું પાલન કરતાં આ છૂટ આપી છે. કેટલીક ગેરસમજના કારણે કેન્દ્રએ સ્પષ્ટીકરણ માંગ્યું છે. ફરી એકવાર જ્યારે અમે સ્પ્ષ્ટીકરણ આપી દીધું છે, મને આશા છે કે સમસ્યાનું નિરાકરણ આવી જશે. તેઓએ કહ્યું કે, અમે કેન્દ્ર દ્વારા નિર્ધારિત તમામ માપદંડોનું પાલન કર્યું છે અને આગળ પણ કરતાં રહીશું.
આ પણ વાંચો, Corona: સારા ભવિષ્ય માટે PM મોદીનો મંત્ર, ‘દુનિયાને નવી કાર્ય સંસ્કૃતિ આપી શકે છે ભારત’