ગલ્ફ વોર પછી સૌથી મોટું એરલિફ્ટ કરશે સરકાર, વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાનો પ્લાન તૈયાર

News18 Gujarati
Updated: May 4, 2020, 8:10 PM IST
ગલ્ફ વોર પછી સૌથી મોટું એરલિફ્ટ કરશે સરકાર, વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાનો પ્લાન તૈયાર
ગલ્ફ વોર પછી સૌથી મોટું એરલિફ્ટ કરશે સરકાર, વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાનો પ્લાન તૈયાર

કેન્દ્ર સરકારે સોમવારે જાણકારી આપી કે આ અભિયાન 7 મે થી તબક્કાવાર શરુ કરવામાં આવશે

  • Share this:
નવી દિલ્હી : દુનિયામાં કોરોના વાયરસના (Coronavirus) પ્રકોપના કારણે દેશમાં ચાલી રહેલા લોકડાઉનના (Lockdown) કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને તબક્કાવાર ભારતમાં પાછા લાવવા માટે ભારત સરકારે (Government of India) મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે સોમવારે જાણકારી આપી કે આ અભિયાન 7 મે થી તબક્કાવાર શરુ કરવામાં આવશે. અત્યાર સુધીનું સૌથી મોટું એરલિફ્ટ ઓપરેશન બતાવવામાં આવી રહ્યું છે.

વિદેશમાં રહેલા ભારતીયોને પાછા લાવવા માટેની વ્યવસ્થા હવાઈ જહાજ અને નૌ-સેનાના જહાજો દ્વારા કરવામાં આવશે. આ સંબંધમાં માનક સંચાલન પ્રોટોકોલ (SOP) તૈયાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે 22 માર્ચથી બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

આ પણ વાંચો - 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 1074 દર્દી સાજા થયા, દેશમાં કુલ કેસ 42,533, 1,373ના મોત

વિદેશ મંત્રાલયના દૂતાવાસ અને ઉચ્ચાયોગ તે ભારતીય નાગરિકોની યાદી તૈયાર કરી રહ્યા છે જે પાછા આવવા માટે પરેશાન છે. આવા યાત્રિકોએ પાછા આવવાનો બધો ખર્ચો જાતે ઉઠાવવો પડશે. આ યાત્રા 7 મે થી તબક્કાવાર શરુ થશે.

વાયરસના લક્ષણ ના હોય તે લોકો જ પાછા આવી શકશે

ઉડાન ભર્યા પહેલા બધા યાત્રિકોની મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. માત્ર કોરોના વાયરસના લક્ષણ વગરના યાત્રિકોને જ આવવાની અનુમતિ આપવામાં આવશે. યાત્રા દરમિયાન આ બધા યાત્રિકોને સ્વાસ્થ્ય મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરેલ બધા પ્રોટોકોલનું પાલન કરવું પડશે.સ્થળ પર પહોંચ્યા પછી બધા યાત્રીઓએ આરોગ્ય સેતુ પર રજિસ્ટર કરવું પડશે. બધાની મેડિકલ તપાસ કરવામાં આવશે. તપાસ પછી સરકાર દ્વારા તેમને હોસ્પિટલ કે ઘરમાં ક્વૉરન્ટાઇનમાં 14 દિવસ માટે રાખવામાં આવશે. જેમનો ખર્ચ તેમણે જ આપવો પડશે. 7 મે થી શરુ થતા આ અભિયાનના પ્રથમ તબક્કામાં ખાડી દેશોમાંથી ભારતીયોને બહાર કાઢવામાં આવશે. આ પછી બીજા તબક્કામાં બ્રિટન અને અમેરિકામાં ફસાયેલા લોકોને ભારત પાછા લાવવામાં આવશે. આ અભિયાનના બીજા તબક્કાની શરુઆત 25 મે થી થવાની સંભાવના છે.
First published: May 4, 2020, 7:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading