India Fights Corona: કોવિડ સંક્રમણમાં ઘટાડો નોંધાયો, 24 કલાકમાં 34,973 નવા કેસ, 260નાં મોત

COVID-19 મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 23 લાખ 42 હજાર 299 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. (પ્રતીકાત્મક તસવીર- AP Photo/Rafiq Maqbool)

Coronavirus in India: ભારતમાં સતત આઠમા દિવસે મૃત્યુઆંક 400થી નીચે નોંધાયો, 24 કલાકમાં 67 લાખ લોકોનું થયું રસીકરણ

  • Share this:
    Covid-19 Latest Updates, 10 September 2021: દેશમાં કોરોના વાયરસ સંક્રમણમાં (Corona Pandemic in India) છેલ્લા બે દિવસી ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ સતત આઠમા દિવસે 400થી નીચે નોંધાયો છે. કેરળમાં (Kerala Corona Cases) સંક્રમણનું જોર હજુ પણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. અહીં એક દિવસમાં 26 હજાર લોકો સંક્રમિત થયા છે. તમિલનાડુમાં 1600 અને આંધપ્રદેશમાં 1400થી વધુ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં (Gujarat Covid-19 Cases) તહેવારોની ઉજવણી વચ્ચે પણ સંક્રમણનો વ્યાપ કાબૂમાં છે. રાજ્યમાં 24 કલાકમાં માત્ર 19 નવા કેસ નોંધાયા છે.

    ભારતમાં એક દિવસમાં 260 દર્દીએ જીવ ગુમાવ્યો

    કેન્દ્રીય આરોગ્ય વિભાગે શુક્રવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 34,973 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 260 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,31,74,954 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 72,37,84,586 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 67,58,491 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,31,74,954 થઈ ગઈ છે.


    ભારતમાં એક્ટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો

    COVID-19 મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 23 લાખ 42 હજાર 299 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 37,681 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,90,646 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,42,009 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 9 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 53,86,04,854 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના 24 કલાકમાં 17,87,611 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, કોરોના સામે લડવા બાળકોની શક્તિનું રહસ્ય શોધી કાઢતા જર્મનીના સંશોધકો, આ રહ્યાં અભ્યાસના તારણો

    ગુજરાતમાં કોરોના ઘણે અંશે કાબૂમાં

    ગુજરાતમાં કોવિડ-19 સંક્રમણની (Gujarat Covid-19 Cases) સ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 19 કેસ નોંધાયા છે. જેની સામે 20 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 3, સુરતમાં 3, વડોદરામાં 4, રાજકોટ, ખેડા, કચ્છમાં 2-2, નવસારી, વલસાડ, સાબરકાંઠામાં 1-1 સહિત કુલ 19 કેસ નોંધાયા છે.

    આ પણ વાંચો, COVID-19: ઇમ્યૂન રિસ્પોન્સને ચકમો આપવામાં 8 ગણો સક્ષમ છે ડેલ્ટા વેરિએન્ટ- નવી સ્ટડીમાં દાવો

    ગુજરાતમાં એક દિવસમાં 5 લાખ 80 હજાર લોકોને રસી અપાઈ

    બીજી તરફ અમદાવાદમાં 11, વડોદરામાં 4, મહીસાગરમાં 2, રાજકોટ, ભાવનગર, બોટાદમાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5,80,070 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 5,13,75,419 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારે કુલ 150 એક્ટિવ કેસ છે, જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 144 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815331 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: