liveLIVE NOW

Coronavirus : સરકારે CBSE, JEE Mains સહિત બધી પરીક્ષાઓ રદ કરવાનો કર્યો આદેશ

અત્યાર સુધીમાં 147 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યાં છે. જેમાંથી 122 ભારતીય નાગરિક અને 25 વિદેશી છે.

  • News18 Gujarati
  • | Invalid date
    facebookTwitter
    LAST UPDATED Invalid Date

    AUTO-REFRESH

    Highlights

    22:56 (IST)
    દેશમાં વધી રહેલા કોરોના વાયસના મામલાને જોતા માનવ સંશાધન મંત્રાલયે સીબીએસઈ, બધી શૈક્ષણિક સંસ્થાનોમાં ચાલી રહેલી પરીક્ષાઓને 31 માર્ચ સુધી સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. એચઆરડી મંત્રાલયની રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ આઈઆઈટી, એન્જીનિયરિંગ કોલેજ પ્રવેસ માટે જેઈઈને સ્થગિત કરી દીધી છે.

    22:14 (IST)
    બ્રિટનમાં રહેલા ભારતીય છાત્ર ભારત પરત ફરવા આતુર છે અને તેમણે ત્યાં ભારતીય હાઇ કમિશનને પૂછ્યું છે કે તે પોતાના ઘરે અને પોતાના પરિવારો વચ્ચે ક્યારે પરત ફરી શકશે. કોરાના વાયરસના વધી રહેલા પ્રકોપના કારણે ભારતે બુધવારે બ્રિટનથી આવનાર પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

    19:06 (IST)
    ઉત્તરાખંડમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ઉત્તરાખંડમાં સચિવાલય એક સપ્તાહ માટે બંધ કરવાનો આદેશ જાહેર થયો છે.

    16:05 (IST)
    વિદેશ મંત્રાલયની જાણકારી પ્રમાણે વિદેશમાં 276 ભારતીયોમાં કોરોના વાયરસથી સંક્રમિત છે. મંત્રાલયે બતાવ્યું કે ઇરાનમાં ફસાયેલા 255 ભારતીય આ વાયરસથી સંક્રમિત છે. આ સિવાય સાઉદી અરબમાં 12, હોંગકોંગમાં 1, ઇટાલીમાં 5, કુવૈત-રવાંડા અને શ્રીલંકામાં 1-1 ભારતીયોમાં કોરોના વાયરસ સંક્રમણ મળ્યા છે.

    15:06 (IST)
      કોરોના વાઈરસના પગલે કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર 20થી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જોકે ભક્તો વેબસાઇટના માધ્યમથી કુબેર ભંડારીના લાઇવ દર્શન કરી શકશે. 

    14:34 (IST)
      બેંગ્લુરુમાં કોરોના વાયરસનાં બે નવા મામલા આવ્યાં છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 13 થઇ છે.

     


    14:15 (IST)
      કોરોનાને કારણે વૈષ્ણવ દેવી યાત્રા સસ્પેન્ડ કરવામાં આવી છે. વૈષ્ણવ દેવીનાં દ્રાર આજથી બંધ રહેશે. કટરા જવાની તમામ બસો પણ રદ કરવામાં આવી છે.

    નવી દિલ્હી : દેશભરમાં જ્યારે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે હાલમા મળી રહેલા અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 160 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યાં છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત થઇ ગયા છે. આ સાથે ભારતીય સેનાનો એક જવાન પણ આ વાયરસની ચપેટમાં આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુરેશ પ્રભુએ પોતાને આઇસોલેટ કર્યાં છે. આ પહેલા કેન્દ્રીય સંસદીય કાર્યના રાજ્યકક્ષાના મંત્રી વી. મૂરલીધરને પોતાને હોમ કારંટાઇનમાં રાખવાનો નિર્ણય લીધો હતો.

    ટૉપ ન્યૂઝ