વુહાન લેબથી લીક થયો કોરોના, ચીની વૈજ્ઞાનિકોએ કરી ચાલબાજી : અમેરિકી રિપોર્ટ

(File pic)

કોરોના વાયરસની (Corona Virus)ઉત્પતિને લઇને અમેરિકી રિપોર્ટમાં (us report)સનસનીખેજ ખુલાસો કરવામાં આવ્યો છે

 • Share this:
  વોશિંગ્ટન : કોરોના વાયરસની (Corona Virus)ઉત્પતિને લઇને અમેરિકી રિપોર્ટમાં (us report)સનસનીખેજ ખુલાસો કરવામાં આવ્યો છે. અમેરિકાની રિપબ્લિકન પાર્ટી તરફથી જાહેર કરાયેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનની લેબમાંથી કોરોના લીક થવાની ઘણી સાબિતી ઉપલબ્ધ છે. રિપોર્ટમાં કહ્યું છે કે વુહાન લેબમાંથી (china lab) વાયરસ લીક થવા ઉપરાંત ચીની વૈજ્ઞાનિકોએ માણસોને સંક્રમિત કરનાર આ વાયરસને મોડિફાઇ પણ કર્યો હતો..

  સીનિયર રિપબ્લિકન નેતા માઇક મૈક્કોલે કોરોનાની ઉત્પિતિની નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે. જોકે રિપબ્લિકન પાર્ટીનો આ નિષ્કર્ષ અમેરિકાની સુરક્ષા એજન્સીઓથી અલગ છે. અમેરિકી સુરક્ષા એજન્સીઓ કોરોનાની ઉત્પતિને લઇને કોઇ નિષ્કર્ષ પર પહોંચી નથી.

  આ પણ વાંચો - જેપી નડ્ડાને મળ્યા પછી બાબુલ સુપ્રિયોએ કહ્યું- સાંસદ રહીશ પણ બંગલો છોડી દઇશ

  મે મહિનામાં રાષ્ટ્રપિત જો બાઇડને આપ્યા હતા તપાસના આદેશ

  મે મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકાની જાસુસી એજન્સીઓને કોવિડ-19 મહામારીથી ઉત્પતિની તપાસના પોતાના પ્રયત્નોને ડબલ કરવા કહ્યું હતું. બાઇડને એક નિવેદન કરીને કહ્યું હતું કે મોટાભાગના જાસુસી સમુદાયને એ નથી લાગતું કે તેનું આકલન કરવા માટે પર્યાપ્ત જાણકારી છે કે કોની સંભાવના વધારે છે. તેમણે અમેરિકાની રાષ્ટ્રીય પ્રયોગશાળાને તપાસમાં સહાયતા કરવાનો નિર્દેશ આપ્યો હતો અને ચીનથી મહામારીની ઉત્પતિને લઇને આંતરરાષ્ટ્રીય તપાસમાં સહયોગ કરવાનું આહ્વાન કર્યું હતું. બાઇડને 90 દિવસની અંદર રિપોર્ટ આપવા કહ્યું હતું.

  જોકે બીજી તરફ ચીન સતત આ આરોપોનો વિરોધ કરતું રહ્યું છે. ચીને કોરોનાને લઇને અમેરિકા પર ઘણા આરોપ લગાવ્યા હતા.

  લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. FacebookTwitterYoutube સાથે જોડાઓ.
  Published by:Ashish Goyal
  First published: