સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવલા નવા આંકડાઓ મુજબ, 24 એપ્રિલ એટલે કે શુક્રવાર સવારે 8 વાગ્યા સુધી દેશમાં 17,610 એક્ટિવ કેસ છે, 4748 લોકો સાજા થઈ ગયા છે. બીજી તરફ, મૃતકોની સંખ્યા 718 થઈ ગઈ છે અને એક દર્દી વિદેશ જઈ ચૂક્યો છે.
09:08 (IST)
કોરોના વાયરસનો કહેર દેશભરમાં વધુ વ્યાપક થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19નો ભોગ બનેલા લોકોની સંખ્યા 718એ પહોંચી ગઈ છે.
08:17 (IST)
ICMRએ જણાવ્યું કે, ભારતમાં 21,797 નમૂનાની તપાસમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે.
08:09 (IST)
મહારાષ્ટ્રના પાટનગર અને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના પોઝિટિવ કેસો સતત વધતા જઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 522 નવા દર્દી સામે આવ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત દર્દીઓનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. સ્વાસથ્ય મંત્રાલય મુજબ, કોરોના વાયરસથી અત્યાર સુધી 21,700 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે, જ્યારે 686 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.