Home /News /national-international /

OPINION: દેશમાં એક તરફ covid-19 વધતા કેસ અને બીજી તરફ 5 રાજ્યોમાં ચૂંટણી, શું કરશે EC?

OPINION: દેશમાં એક તરફ covid-19 વધતા કેસ અને બીજી તરફ 5 રાજ્યોમાં ચૂંટણી, શું કરશે EC?

પ્રતિકાત્મક તસવીર

election commission omicron: ગત વર્ષે કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ઇલેક્શન કમિશને (West Bengal Assembly Election) છેલ્લી ક્ષણે તમામ રોડ શો અને મોટી સભાઓ પર રોક લગાવી દીધી હતી.

  નવી દિલ્હીઃ કોરોના મહામારી (Covid-19)એ છેલ્લા બે વર્ષથી વિશ્વને પોતાના સકંજામાં લીધું છે. હાલ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Covid-19 Variant Omicron)ના કારણે ભારતમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. દેશમાં પ્રતિદિન વધી રહેલા કેસોએ ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. પરંતુ સ્થિતિ ગૂંચવણ ભરી બની છે ઇલેક્શન કમિશન (Election Commission) માટે. ગત વર્ષે કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ઇલેક્શન કમિશને (West Bengal Assembly Election) છેલ્લી ક્ષણે તમામ રોડ શો અને મોટી સભાઓ પર રોક લગાવી દીધી હતી.

  જ્યારે પંચે પશ્ચિમ બંગાળની ચૂંટણીના છેલ્લા બે તબક્કા માટે ચેતવણીઓ જારી કરી, ત્યારે રાજ્યમાં સંક્રમણ દર ત્રણ ગણો વધીને 69,000 થઈ ગયો હતો. ટેસ્ટ પોઝીટિવિટી દર 10 ટકાથી બમણાથી વધીને 22 ટકાથી વધુ અને દૈનિક કેસ 3,600થી લગભગ 12,000 સુધી ત્રણ ગણા વધી ગયા હતા. તે સમયે ચૂંટણી પંચે, અમુક નિયંત્રણો લાદતા પહેલા કહ્યું હતું કે 'ઘણા રાજકીય પક્ષો/ઉમેદવારો જાહેર મેળાવડા દરમિયાન નક્કી સલામતી ધોરણોનું પાલન કરતા નથી. પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન કોવિડના કારણે ત્રણ ઉમેદવારોના મોત થયા હતા.

  પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી
  હાલ દેશમાં ઓમીક્રોન વેરીએન્ટના કેસો અને ભૂતકાળમાં થયેલા કડવા અનુભવોને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગ માટે પાંચ રાજ્યોની વિધાન સભાની ચૂંટણી (5 States Assembly Election in India) કરવી લોઢાના ચણા ચાવવા જેવું કામ હશે. જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે, ત્યાં ઉત્તર પ્રદેશ પણ છે,
  જ્યાં ભાજપ અને સમાજવાદી પાર્ટી દ્વારા મોટા પાયે ચૂંટણી રેલીઓ અને યાત્રાઓ યોજવામાં આવી રહી છે. આ તમામ રેલીઓમાં ભારે ભીડ જમા થઇ રહી છે. તે નિશ્ચિત છે કે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી મોકૂફ રહેશે નહીં અને તે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે.

  જોકે, ઓમીક્રોન વેરીએન્ટથી બચવા ઘણા રાજ્યોએ કડક પગલા લીધા છે અને રાત્રિ કર્ફ્યુ લગાવ્યું છે. દિલ્હીમાં મંગવારે સોફ્ટ લોડકાઉન લગાવવામાં આવ્યું અને પંજાબમાં રસીકરણ નહીં કરનાર લોકો માટે સાર્વજનિક સ્થાનો પર પ્રવેશ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

  સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન્સ
  દેશમાં ઓમીક્રોનના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને 21 ડિસેમ્બરે સ્વાસ્થ્ય મંત્રાલયે જરૂરી ગાઇડલાઇન્સ જાહેર કરી, જેમાં મોટી સભાઓ પર કડક નિયમો લાગૂ કરવા જણાવાયું છે. યુપીમાં ચાલી રહેલ રેલીઓ અને ચૂંટણી સભાઓ વિશે પૂછવામાં આવતા 24 ડિસેમ્બરે સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તે જ દિશાનિર્દેશો તરફ ઇશારો કર્યો.

  જોકે, પ્રચારમાં વ્યસ્ત ભાજપના વરીષ્ઠ નેતાઓ અને અખિલેશ યાદવ સહિત કોઇ પણ આ આદેશોનું પાલન કરી રહ્યું નથી. કેન્દ્ર સરકાર રાજ્યોને સતત ગાઇડલાઇન્સનું પાલન કરવાનો આગ્રહ કરી રહી છે. તેમનું કહેવું છે કે ચૂંટણી પંચ તરફથી પ્રચાર માટે કોઈ માર્ગદર્શિકા નથી. બીજી તરફ, ચૂંટણી પંચે કહ્યું કે આદર્શ આચાર સંહિતા અમલમાં આવે ત્યારે જ તેની ભૂમિકા શરૂ થાય છે.

  શું હશે ચૂંટણી પંચની રણનીતિ?
  ઓમીક્રોનની સ્થિતિ મુદ્દે ચૂંટણી પંચે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓની સાથે મુલાકાત કરી છે અને માહિતી આપી છે કે ઉત્તર પ્રદેશમાં રસીકરણનો બીજો ડોઝ કવરેજ રાષ્ટ્રીય સરેરાશ 62 ટકા કરતા ઘણો ઓછો છે. તો સવાલ એ છેકે શું ચૂંટણી પંચ ચૂંટણી સભાઓ અને પ્રચાર માટે કોઇ ગાઇડલાઇન્સ બહાર પાડશે કે કેમ?

  પશ્ચિમ બંગાળના બોધપાઠ પરથી જોઇ શકાય છે કે કડક સુચનાઓ અને રાત્રિ સભાઓને બંધ કરીને પણ કોઇ ખાસ અસર થઇ નહીં. બંગાળની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આખરે બે તબક્કાની ચૂંટણી માટે પશ્ચિમ બંગાળમાં 500થી વધુ લોકોની તમામ રોડ શો અને જાહેર સભાઓ પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો.

  ભારતભરમાં કોવિડના કેસો વધી રહ્યા હોવા છતાં સ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે ચૂંટણી પંચ શરૂઆતથી જ આવનારી ચૂંટણીઓમાં આવા નિયંત્રણો લાવે તે વધુ હિતાવહ રહેશે. એક તરફ રાજકીય પક્ષોને મોટી રેલીઓ યોજવાની મંજૂરી આપવામાં આવે છે, તો લોકો નાઇટ કર્ફ્યુનું પાલન કરેતેવી અપેક્ષા રાખવી જોઈએ નહીં. ઉપરાંત તેઓને સિનેમા હોલ, જીમ અને સ્પામાં જવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ નહીં.
  Published by:ankit patel
  First published:

  Tags: Coronavirus, Election commission

  આગામી સમાચાર