કોરોના : આખરે સરકાર ઘરમાં પણ માસ્ક પહેરવાનું કેમ કહી રહી છે, સમજો

ફાઇલ ફોટો

ચિકિત્સકીય ઓક્સિજનની અછત પર સરકારે કહ્યું કે ભારતમાં પર્યાપ્ત ચિકિત્સકીય ઓક્સિજન ઉપલબ્ધ છે પણ તેને હોસ્પિટલો સુધી પહોંચાડવો પડકાર છે

 • Share this:
  નવી દિલ્હી : દેશ કોરોના વાયરસ મહામારીની (Coronavirus) બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. આ વચ્ચે સરકારે સલાહ આપી છે કે લોકોએ ઘરની અંદર પણ માસ્ક પહેરવું જોઈએ. સવાલ એ છે કે સરકાર આવું કેમ કહી રહી છે કે પરિવાર સાથે ઘરમાં રહેવા છતા પણ માસ્ક પહેરો. આ સવાલનો જવાબ કેન્દ્ર સરકારે જ આપ્યો છે. કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું કે જો કોઇ વ્યક્તિ સામાજિક દૂરીના નિયમનું પાલન ના કરે તો તે 30 દિવસમાં 406 લોકોને સંક્રમિત કરી શકે છે. જો સંક્રમિતની ગતિવિધી 50 ટકા અટકી જાય તો આ સમયગાળામાં ફક્ત 15 લોકો સંક્રમિત થશે. ગતિવિધી 75 ટકા ઘટવા પર એક વ્યક્તિ 30 દિવસોમાં 2.5 લોકોને સંક્રમિત કરી શકે છે.

  અફરાતફરીથી નુકસાન

  કોરોના ટિકાકરણ પર કેન્દ્રએ લોકોની આશંકાઓ દૂર કરવાનો પ્રયત્ન કરતા કહ્યું કે અનાવશ્યક અફરાતફરીથી લાભના બદલે નુકસાન થઇ રહ્યું છે. ટિકાકરણ અને કોવિડ-19થી બચાવ માટે ઉપયુક્ત વ્યવહાર અપનાવવા પર ભાર આપતા સરકારે ટિકાકરણ અભિયાનની ગતિને ઝડપી કરવાનો પેરવી કરી અને કહ્યું કે મહિલાઓ માસિકના સમયે પણ વેક્સીન લઇ શકે છે.

  આ પણ વાંચો - પ્રોનિંગ : કોવિડ-19ના કાળા કેરમાં કેવી રીતે કરશો ‘સેલ્ફ કૅર’?

  ડોક્ટર્સની સલાહ મહત્વપૂર્ણ

  સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે ઘણા લોકો ડરથી હોસ્પિટલમાં ભરતી થઇ રહ્યા છે. ડોક્ટર્સની સલાહ પછી જ હોસ્પિટલમાં ભરતી થવું જોઈએ. ચિકિત્સકીય ઓક્સિજનની અછત પર સરકારે કહ્યું કે ભારતમાં પર્યાપ્ત ચિકિત્સકીય ઓક્સિજન ઉપલબ્ધ છે પણ તેને હોસ્પિટલો સુધી પહોંચાડવો પડકાર છે.

  તર્કસંગત થાય ઓક્સિજનનો ઉપયોગ

  સરકારે હોસ્પિટલોને તર્કસંગત રીતથી ઓક્સિજનનો ઉપયોગ કરવા કહ્યું છે. દર્દીઓને રેમડેસિવીર અને ટોસિલિજુમાબ જેવી દવા પણ તાર્કિક રીતથી લખવા પર ભાર આપ્યો છે. સરકારે કહ્યું કે સમય આવી ગયો છે કે લોકોએ ઘરોની અંદર પણ માસ્ક પહેરવું જોઈએ.
  Published by:Ashish Goyal
  First published: