blacklisted બાદ હવે તબલીગી જમાતના વિદેશી નાગરીકોને આપવામાં આવી શકે છે આ સજા

blacklisted બાદ હવે તબલીગી જમાતના વિદેશી નાગરીકોને આપવામાં આવી શકે છે આ સજા
દિલ્હી પોલીસે (Delhi Police) વિદેશી તબલીગી જમાતિયો (Tabligi Jamaati) પર શંકજો કસવાનો શરૂ કર્યો છે. દિલ્હી પોલીસે 916 વિદેશી જમાતીયોની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. (File Chargesheet) આ તમામ વિદેશી જમાતીઓના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજ જપ્ત કરવામાં આવશે. તેમની પર ટૂરિસ્ટ વીઝા પર ભારતમાં આવવા અને અહીંની ધાર્મિક ગતિવિધિઓમાં સામેલ થવાનો આરોપ છે.

જો પહેલા સ્ટેજમાં રાજ્ય સરકાર કોર્ટમાં આ વાત સાબિત કરી દે છે તો, ગુનેગારોને એક વર્ષ પહેલા જામીન પણ નથી મળી શકતા.

 • Share this:
  કોરોના વાયરસ (Coronavirus)ને ફેલાવવાથી રોકવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન(Lockdown)વચ્ચે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાત(Tablighi Jamaat)ના મરકઝમાં 2000થી વધારે લોકો મળી આવ્યા હતા. તેમાંથી કેટલાક વિદેશી નાગરીકો હતા. ત્યારબાદ તેમાંથી કેટલાએમાં કોરોના વાયરસના મામલા સામે આવવા લાગ્યા. કેન્દ્ર સરકારે તુરંત સખત પગલા ભરવાનું શરૂ કર્યું. ગૃહ મંત્રાલયે તબલીગી જમાતના 960 વિદેશી નાગરીકોના પર્યટક વિઝા(Tourist VISA) રદ કરી દીધા. આ બ્લેક લિસ્ટમાં નાખવામાં આવેલા વિદેશીઓમાં 4 અમેરિકના, 9 બ્રિટિશના અને 6 ચીની નાગરીક સામેલ છે. હવે પ્રશ્ન એ થાય છે કે, ભારતમાં આ વિદેશી નાગરીકોને સજા આપી શકાય છે અથવા તેમને માત્ર પાછા મોકલી દેવામાં આવશે.

  વિદેશી નાગરીકોને 5 વર્ષ કેદ, શણ આપનારને પણ સજા


  ગૃહ મંત્રાલય અનુસાર, ટૂરિસ્ટ વિઝા પર ભારત આવેલા આ તમામ વિદેશી નાગરીકો પર ફોરેન એક્ટ 1946 હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ કાયદાની કલમ-3 હેઠળ એફઆઈઆર નોંધાવા પર વિદેશીનાગરીકોને 5 વર્ષ સજાની જોગવાઈ(imprisonment) છે. એટલું જ નહી, આ કાયદા હેઠળ તે લોકો પર પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે, જેમણે વિદેશી નાગરીકોને ખોટી રીતે સંતાડ્યા હતા. સરળ શબ્દોમાં કહીએ તો, આ વિદેશી નાગરીકોને શરણ આપનાર ભારતીય નાગરીકો પર પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. ફોરેન એક્ટ 1946 અનુસાર, ભારતમાં વિદેશીઓને પ્રવેશ અને યાત્રા ત્યાં હોવી જોઈએ, જ્યાં તેમને મંજૂરી મળી હોય. આ કાયદો ભારતમાં વિદેશીઓ પર નજર રાખવા અને નિયંત્રિત યાત્રા સુનિશ્ચિત કરવા માટે અને ગેરકાયદે પ્રવેશ પર રહેનારા લોકો પર રોક લગાવવા માટે બનાવવામાં આવ્યો હતો.

  વિદેશી પર્યટકોને વૈકલ્પિક નામનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં
  ભારતમાં રહેતા દરમિયાન વિદેશી નાગરીકોને કોઈ પણ પ્રકારના વૈકલ્પિક નામનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. સાથે હોટલ માલિકોને પણ આ કાયદા હેઠળ વિદેશી મહેમાનોના પાસપોર્ટ અને વીઝાની કોપી પોતાની પાસે રાખવાની હોય છે. કાયદાનું ઉલ્લંઘન કરનારને પાંચ વર્ષની જેલ અને દંડની સજા આપવામાં આવે છે. આ સમયે દેશના વિભિન્ન રાજ્યોમાં જમાતના વિદેશી સભ્યોમાં 379 ઈન્ડોનેશિયાઈ, 110 બાંગ્લાદેશી, 63 મ્યામાંર અને 33 શ્રીલંકાઈ નાગરીક છે. તેમાંથી કેટલાક કોવિડ-19થી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, તબલીગી જમાતના જે પ્રતિનિધિઓના નામ બ્લેક લિસ્ટમાં નાખી વિઝા રદ કરવામાં આવ્યા છે, તેમાં 77 કિર્ગિસ્તાન, 75 મલેશિયા, 65 થાઈલેન્ડ, 12 વિયતનામ, 9 સાઉદી અરબ અને 3 ફ્રાન્સના નાગરીક પણ સામેલ છે.

  ડોક્ટરો અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો તો લાગશે એનએસએ
  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, ગત 2 દિવસમાં દેશના 17 રાજ્યોમાં તબલીગી જમાત સાથે જોડાયેલા 647 લોકોને કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ તમામ મામલા અંડમાન-નિકોબાર, આસામ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં નોંધવામાં આવ્યા છે. તો યૂપીમાં જમાતિઓ દ્વારા યૂપીમાં હંગામો કરવા પર નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળ કાર્યવાહી કરવાની ચેતાવણી આપવામાં આવી છે. યૂપીના સીએમ યોગી આદિત્યનાથે(CM Yogi Adityanath)પોલીસ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા મોહમ્મદ ઈરશાદ અહમદનું કહેવું છે કે, દેશની સુરક્ષાને ખતરો પહોંચાડવા અને એવું લાગે કે, કોઈ વ્યક્તિ દેશ માટે ખતરો બનાવી શકે છે તો એનએસએ હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. જો પહેલા સ્ટેજમાં રાજ્ય સરકાર કોર્ટમાં આ વાત સાબિત કરી દે છે તો, ગુનેગારોને એક વર્ષ પહેલા જામીન પણ નથી મળી શકતા.
  First published:April 04, 2020, 18:58 pm

  ટૉપ ન્યૂઝ