એક જ ખાડામાં ફેંકી દીધા 8 કોરોના પીડિતોના શબ, વીડિયો વાયરલ થતાં તપાસના આદેશ

News18 Gujarati
Updated: July 1, 2020, 8:41 AM IST
એક જ ખાડામાં ફેંકી દીધા 8 કોરોના પીડિતોના શબ, વીડિયો વાયરલ થતાં તપાસના આદેશ
(Twitter/ANI)

કોરોના પીડિતોના મૃતદેહો સાથે ખરાબ વર્તન કરવાના કારણે લોકોમાં રોષ ફેલાઈ ગયો છે

  • Share this:
બેંગલુરુઃ કર્ણાટકના બલ્લારી (Ballari) જિલ્લામાં સ્વાસથ્યકર્મીઓ દ્વારા કેટલાક કોરોના વાયરસ પીડિતોના શબોને કથિત રીતે એક મોટા ખાડામાં અયોગ્ય રીતે દફન કરવાની ઘટના સાથે જોડાયેલો વીડિયો સોશિયલ મીડિયા (Social Media Viral Video) પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારબાદ લોકોએ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. જિલ્લાના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે તેઆ આ મામલાની તપાસ કરી રહ્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રી બી. શ્રીરામુલુ (karnataka health minister b sriramulu) આ જિલ્લાના રહેવાસી છે.

વીડિયોમાં PPE પહેરેલા કર્મી નજીકમાં ઊભેલા એક વાહનથી કાળી ચાદરમાં શબ લાવતા જોવા મળી રહ્યા છે, જે તે શબોને એક પછી એક મોટા ખાડામાં ફેંકી રહ્યા છે. યૂટ્યૂબ પર સૌથી પહેલા વીડિયો પોસ્ટ કરનારા એક વ્યક્તિએ દાવો કર્યો છે કે આ ઘટના બલ્લારીની છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો જેમાં મૃતકોના શબોની સાથે ખરાબ વર્તનની વ્યાપક નિંદા કરવામાં આવી અને લોકોએ મામલામાં કઠોર કાર્યવાહીની માંગ કરી.

આ પણ વાંચો, જો આપના ફોનમાં પણ છે ચાઇનીઝ એપ તો જાણો કેવી રીતે લાગુ થશે પ્રતિબંધ, જાણો તમામ માહિતી

તમામ 8 શબોને એક જ ખાડામાં ફેંકવામાં આવ્યા

એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો કે, તમામ 8 શબોને એક જ ખાડામાં આવી રીતે ફેંકવામાં આવ્યા. બલ્લારીના ઉપાયુક્ત એસ. એસ. નકુલે કહ્યું કે તેઓએ પણ સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોની ગંભીર નોંધ લીધી છે. તેઓએ મંગળવારે કહ્યું કે, અમે તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો, Airtelનો સસ્તો પ્લાન! માત્ર 79 રૂપિયાના રિચાર્જ પર મેળવો મોબાઇલ ડેટા, ટૉકટાઇમ પણ ફ્રી

બલ્લારી જિલ્લામાં સોમવારે કોવિડ-19ના કારણે 12 મોત થયા છે. નકુલે કહ્યું કે મંગળવારે કોરોના વાયરસના કારણે વધુ પાંચ લોકોનાં મોત થયા છે, જેનાથી જિલ્લામાં અત્યાર સુધી સંક્રમણના કારણે 29 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
First published: July 1, 2020, 8:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading